તમારા કામનું / આ જાદુઇ દેશમાં ગરીબ ભારતીય પણ થઇ જાય છે માલામાલ, દુબઇ કે અમેરિકા નહી આ દેશની ટીકિટ ખરીદી લો

0
27

કોરોનાકાળમાં ગરીબ અમીર દરેક લોકોની જીંદગી પ્રભાવિત થઇ છે. આ મહામારીના કારણે ઘણા બધા લોકોએ નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. સાથે જ લોકો પોતાની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ વિચાર કરવા લાગ્યા છે.

  • આ દેશમાં લોકો થઇ જાય છે અમીર 
  • ભારતીયો કામની શોધમાં જાય છે આ દેશ
  • વિઝા પ્રોસેસ સીધી હોવાને કારણે ફાયદો 

આજે અમે તમને તે જાદુઇ દેશ વિશે જણાવીશું કે જ્યાં જનાર દરેક ભારતીય માલામાલ થઇ જાય છે. આ દેશ અમેરિકા કે ઓસ્ટ્રેલિયા નહી પરંતુ કુવૈત છે. જ્યાં સાઉદી અરબના લોકો કરતા વધારે ભારતીયો કામની તલાશમાં જાય છે. 29 સપ્ટેમ્બરે અમીરની મોત બાદ આ દેશ ફરી ચર્ચામાં આવ્યો છે. આ દેશ સાથે જોડાયેલ કેટલીક બાબતો વિશે તમને પણ કદાચ જ ખબર હશે. 

દુનિયાના સૌથી અમિર દેશની લિસ્ટમાં કુવૈત પહેલા ચોથા સ્થાન પર આવે છે,. અરબ દેશોની વાત કરવામાં આવે તો અમીરીમાં કતર બાદ બીજા નંબરે આ દેશ આવે છે. 

કુવૈતની કરંસીનુ નામ દીનાર છે. આની કિંમત સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે. આ વાતની જાણકારી ઘણા જ ઓછા લોકોને છે. 

આ દેશના એક દીનારની કિંમત ભારતના લગભગ 240 રૂપિયા જેટલી છે. જો ડૉલર સાથે તુલના કરવામાં આવે તો એક ડૉલર એટલે 74 રૂપિયા થાય છે. કુવૈતમાં એક વ્યક્તિની કિંમત એક ભારતીય કરતા 10 ગણી વધારે હોય છે. આ જ કારણ છે કે લોકો કુવૈત જવાનું વિચારે છે. 

કુવૈતમાં મોટાભાગની કમાણી તેલ ઉત્પાદનથી થાય છે. આ દેશ બહાર તેલ એક્સપોર્ટ કરે છે. જેનાથી ખૂબ કમાણી થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાનો 10 ટકા તેલનો હિસ્સો માત્ર કુવૈતમાં જોવા મળે છે. 

કુવૈતમાં કેટલુ તેલ છે, તેની સટીક માત્રા કહેવી મુશ્કેલ છે. કાયદાના હિસાબથી આ દેશમાં ક્યાંય પણ તેલ મળે છે તો તે સરકારનું થઇ જાય છે. કુવૈતમાં નોકરી મળવાના ચાન્સ બીજા કોઇ પણ દેશ કરતા વધારે મુશ્કેલ છે. માટે જ દુનિયાભરથી લોકો અહીં નોકરી શોધતા આવે છે. 

કુવૈતમાં વિઝાના નિયમો અન્ય દેશ કરતા થોડી આસાન છે, માટે અહીંયા આવનાર લોકોને આસાની થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here