એન્ડ્રોઈડ સ્માર્ટફોન (Android) યુઝ કરો છો અને ગેમર્સ છો તો તમારે ફરી એકવાર અમુક Appsને રિમુવ કરવી પડશે. ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) પર અવારનવાર જોખમી એપ્સ મળી આવે છે. જે તમારી પ્રાઈવેસીને નુકસાન પહોંચાડે છે અને તમારી સાથે ફ્રોડ કરી શકે છે. ડિજિટલ સિક્યોરિટી ફર્મ Avastએ ગુગલ પ્લે સ્ટોર પતી અમુક એપ્સ શોધી કાઢી છે કે જે ગેમર્સને ટાર્ગેટ કરે છે. ખાસ કરીને પોપ્યુલર વીડિયો ગેમ Minecraft યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
Avastના કહેવા મુજબ Fleeceware એપ્ય યુઝર્સ પાસેથી પૈસાની ઠગાઈ કરે છે. યુઝર્સને મોબાઈલમાં નવા સ્ક્રિન્સ, દિલચસ્પ વોલપેપર્સ અને ગેમ મોડિફિકેશન મારફતે પણ ફ્રોડ કરે છે. Avastએ શોધ્યું કે એવી સાત એપ્સ છે કે જે ગુગલ પ્લે સ્ટોર પર છે અને તે Fleeceware એપ્સ છે. આ કેટેગરીની એપ્સ ફ્રી ટ્રાયલ પર 3 દિવસ માટે આકર્ષક ઓફર્સ આપે છે અને પછ દર અઠવાડિયે 30 ડોલર તમારા એકાઉન્ટમાંથી કાપી લે છે.
આ એપને એ રીતે ફ્રોડ ડિઝાઈન કરે છે કે જેથી યુઝર્સને તેના સબ્સ્ક્રિપ્શન ચાર્જની જાણ ન થાય અને તે આ એપને ટ્રાયલ લીધા બાદ ભૂલી જાઈ. અને આ રીતે એપ્સ યુઝર્સના એકાઉન્ટમાંથી પૈસા કાપી લે છે. પોતાના સ્ટેટમેન્ટમાં Avastએ કહ્યું કે, જે લોકો દરેક એપ્સને ડાઉનલોડ કરતાં પહેલાં તેની ડિટેલ્સ નથી વાંચતા, તે લોકો આ ફ્રોડનો સરળતાથી ટાર્ગેટ કરે છે. નાના બાળકોને આ સ્કેમથી મોટો ખતરો છે. કેમ કે તે સરળતાથી સબ્સ્ક્રાઈબ કરી લે છે અને ડિટેલ્સ વાંચતા નથી.
Avastએ આ એપ્સનું લિસ્ટ જાહેર કર્યું છે. આ એપ્સમાંથી અમુક એપ્સ 10 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. Avast દ્વારા આ એપ્સને ફોનથી હટાવવા અને સબ્સ્ક્રિપ્શન રદ કરવા માટે સલાહ આપવામાં આવી છે.
આ Appsને તરત કરો રિમુવઃ
– Skins, Mods, Maps for Minecraft PE
– Skins for Roblox
– Live Wallpapers HD & 3D Background
– MasterCraft for Minecraft
– Master for Minecraft
– Boys and Girls Skins
– Maps Skins and Mods for Minecraft