તલાટીને એફિડેવિટની સત્તા આપવાના નિર્ણય સામે નોટરીઓ વિરોધ નોંધાવશે

0
26

– તલાટી-કમ મંત્રીને 22 સેવાઓ માટે એફિડેવિટ કરવાની છૂટ

– એક કરોડની મુદતી લોન કે વર્કિંગ કેપિટલની લિમિટમાં કરાયેલા વધારાને રકમ પરના વ્યાજમાં બે ટકા માફી મળશે

તલાટી કમ મંત્રીને 22 જેટલી સેવાઓ માટે ગામડાંની જનતાને એફિડેવિટ કરવાની સત્તા આપવાના ગુજરાત સરકારના નિર્ણયને પરિણામે ગુજરાતના તમામ નોટરીઓના કામકાજ છીનવાઈ જવાની શક્યતા વધી જતાં તેમણે આ બાબતનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે ચર્ચા કરવા માટે આગામી બે દિવસમાં ગુજરાત વ્યાપી વેબિનાર યોજીને તેઓ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવાનું આયોજન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત સરકારે માત્ર રૂા.20ની ફી લઈને એફિડેવિટ કરી આપવાની ગોઠવણ કરી છે. નોટરી ઉપરાંત કોર્ટના અધિકારીઓ, એક્સિક્યુટિવ મામલતદાર, ચેરિટિ કમિશનરે નિયુક્ત કરેલા સુપરિન્ટેન્ડન્ટની કક્ષાના અધિકારીઓ આ કામગીરી કરે છે. 

સામાન્ય રીતે નોટરી આ કામ કરે છે. કાદાનો દસ વર્ષનો અનુભવ લીધા પછી સરકારે લીધેલા ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યૂમાં પાસ થયા બાદ તેમને નોટરીને દરજ્જો આપવામાં આવે છે. પરિણામે નોટરીનું કામ કરતાં અધિકારીઓને હાઈકોર્ટના જજ જેટલું નોલેજ હોય છે, એમ નોટરી એસોસિયેશનના પ્રમુખ ધીરેશ શાહનું કહેવું છે. 

તેમનું કહેવું છે કે તેની સામે તલાટી કમ મંત્રી બારમું ધોરણ પાસ થયેલી વ્યક્તિ હોય છે. તેનું સ્ટાન્ડર્ડ નોટરીના સ્ટાન્ડર્ડ જેવું નથી. તેમની પાસે કાયદાનું બૅકગ્રાઉન્ડ જ નથી. તેમણે આ માટે કોઈ જ તાલીમ લીધેલી નથી.

નોટરી તરીકેનું કામકાજ કરવા માટેનો કોર્સ પણ કરેલો હોતો નથી. સીધું જ તેમણે આ કામ કરવાનું છે. નવા ભરતી થયેલા લોકો પણ આ કામ કરતાં થઈ જશે. ભારતમાં 40,000થી વધુ અને ગુજરાતમાં 4000થી વધુ નોટરીઓ સક્રિય છે. તેઓ આ નવી જોગવાઈને પરિણામ ેકામ ગુમાવશે.

તેથી નોટરી એસોસિયેશન ઑફ ગુજરાત શનિવારે કારોબારીની બેઠક બોલાવીને આ અંગે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે.  ભારત સરકારના ઓથ એક્ટ હેઠળ ચોક્કસ વ્યક્તિઓને ચોક્કસ અધિકાર આપવાની સત્તા છે. આ એક્ટ હેઠળ લર્નેડ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. પૂરી જાણકારી ન ધરાવતા અને માંડ 12 ધોરણ પાસ થયેલી વ્યક્તિને તેઓ ઓથ-શપથ લેવડાવતા નથી.

આ સંજોગોમાં ગુજરાત સરકારે તલાટી કમ મંત્રીને આપેલી આ સત્તા રાજકીય કારણોસર અને આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં લઈને આપવામાં આવી હોવાનું જણાય છે.  આ નવી જોગવાઈને કારણે પડનારી તકલીફનો અંદાજ આપતા તેઓ કહે છે કે સામાન્ય રીતે પરંતુ નોટરીને સ્થાને કામ કરનારા તલાટી કમ મંત્રી વિવાદને ટાણે સમગ્ર સ્થિતિને સમજી કે સમજાવી શકશે નહિ.

નોટરીની માફક એફિડેવિટનો તે રૅકોર્ડ રાખશે નહિ. પરિણામે ભવિષ્યમાં વિવાદ થશે ત્યારે કોણે કઈ એફિડેવિટ કરી આપી તે સ્પષ્ટ થશે નહિ. સ્પષ્ટ થશે તો પણ તે તલાટી-મંત્રીની બદલી થઈ ગઈ હોવાની નોબત આવશે.તલાટી કમ મંત્રીને બે ત્રણ ચાર્જ પણ સોંપવામાં આવતા હોય છે. તેથી તેઓ ઑફિસમાં પૂરતા કલાક ન આપી શકે તો ગામડાંના લોકોના કામકાજ ન થાય તેવી શક્યતા રહેલી છે.

નોટરી દ્વારા રૂા. 50નો સ્ટેમ્પ અને રૂા. 50ની નોટરાઈઝેશન માટેની ટિકીટ વાપરવામાં આવતી હતી તેથી સરકારને તેના થકી વર્ષે દહાડે કરોડોની આવક પમ થતી હતી. હવે આ આવક થશે કે નહિ તે નિશ્ચિત જણાતું નથી. બીજું, સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here