તૈયાર / નર્મદામાં જંગલ સફારી બાદ બાળકો માટે ખાસ તૈયાર કરાયો આ ઝોન

0
24

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટિની આસપાસના વિસ્તારનો ટૂરીઝમ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નર્મદા ખાતે જંગલ સફારી બાદ બાળકો માટે ખાસ પેટ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં નાના બાળકો પાલતુ વિદેશી પ્રાણીઓ સાથે રમી શકશે. લોકડાઉન બાદ અનલોકમાં આપવામાં આવેલી છૂટછાટમાં હવે જંગલ સફારી પાર્કને કોવિડ-19 નિયમ હેઠળ ખોલવામાં આવ્યો છે. ત્યારે પેટઝોનને આજતી ટ્રાયલ માટે ખુલ્લુ મુકાશે.

  • નર્મદામાં જંગલ સફારી બાદ બાળકો માટે પેટ ઝોન તૈયાર
  • પેટ ઝોન આજથી ટ્રાયલ માટે ખુલ્લુ મુકાશે
  • નાના બાળકો પાલતુ વિદેશી પ્રાણીઓ સાથે રમી શકશે

નર્મદામાં હાલ લોકડાઉન-5માં આપેલી છૂટછાટ બાદ જંગલ સફારી સરકારના કોવિડ-19 નિયમના પાલન અનુસાર ખોલવામાં આવ્યું છે. ત્યારે હવે જંગલ સફારી બાદ બાળકો માટે પેટ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે. 
 

આમ પેટ ઝોન આજથી ટ્રાયલ માટે ખુલ્લુ મુકાશે. જેમાં નાના બાળકો પાલતુ વિદેશ પ્રાણીઓ સાથે રમી શકશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ સહિત અનેક ધાર્મિક સ્થળોને સરકાર દ્વારા જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યાં હતા. 
 


પેટઝોનની શુ છે વિશેષ ખાસિયત

જંગલ સફારી બાદ નર્મદામાં નાના બાળકો માટે પેટઝોન તૈયાર કરવામાં આવ્યો છે. જેને આજથી ટ્રાયલ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પેટઝોનમાં ન્યૂઝીલેન્ડ પેરોટ કોકાટુ જોવા મળશે, દક્ષિણ અમેરિકા પેરોટ મકાઉ અને ગુઇના પીગ હશે. પેટ ઝોનમાં યુરોપિય રેબીટ, શિપ પણ જોવા મળશે. પ્રવાસીઓ સફારીની ટિકિટમાં જ પ્રવેશ મેળવી શકશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here