તો શું ‘સાયલન્ટ વોટર્સ’ કરી ગયા કામ? વૃદ્ધો અને મહિલાઓ કરાવશે નીતિશ કુમારની નૈયા પાર!

0
42

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો (Bihar Election Result) સામે આવી રહ્યાં છે તેમાં રૂઝાનોમાં NDAને સ્પષ્ટ બહુમત મળતો જનરે પડી રશ્યો છે. પ્રારંભિક સરસાઈ બાદ મહાગઠબંધન (Mahagathbandhan) ઘણી બેઠકોથી પાછળ પડી ગયું છે. માનવામાં આવી રહ્યું હતું કે, નીતિશ કુમાર (Nitish Kumar) વિરૂદ્ધ એંટીઈકમ્બસી છે અને વધતી બેરોજગારી (UnEmployment) તેમને ચૂંટણી પરિણામો (Election Rerult) માં બરાબરનો ઝાટકો મળી શકે છે. સવારમાં શરૂ થયેલી મતગણતરીમાં જેડીયૂ (JDU)ને ભારે નુંકશાન થતુ દેખાયુ પણ હતું પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી છે તેમ તેમ જેડીયૂની આગેવાનીમાં એનડીએ (NDA)બાજી મારી રહ્યું છે.about:blank

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા પોલ (Exit Poll)માં જણાવવામાં આવ્યું હતું કે, ભલે યુવા મતદાતા (Young Voters) તેજસ્વી યાદવ (Tejashwi yadav) અને મહાગઠબંધનનો સાથ આપી રહ્યાં છે પરંતુ 36 વર્ષથી વધારે ઉંમરના મતદાતાઓ હજી પણ NDA અને તેમાં પણ ખાસ કરીને નીતિશ કુમારના સમર્થનમાં યથાવત રહેશે. સર્વે પ્રમાણે મહાગઠબંધને યુવાઓમાં સારી એવી બઢત બનાવી છે જ્યારે 26 થી 35 વર્ષના મતદાતાઓ તેજસ્વી યાદવના પક્ષમાં હતાં. જોકે આ યુવાવર્ગમાં પણ 36 ટકા મતદાતાઓ તો નીતિશ કુમારની સાથે હતાં. આ બંને આયુવર્ગમાંથી 7 જ ટકા એલજેપીના પક્ષમાં નજરે પડી રહ્યાં હતાં.

શું ચાલી ગયુ બિહારમાં જંગલરાજનું કાર્ડ?

બિહાર સરકારના તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી નીતિશ કુમર, ભાજપના તમામ મોટા નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સતત ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં લાલૂ યાદવના ‘જંગલરાજ’નો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. જાણકારોના મતે ભલી જ યુવાઓને જંગલરાજ યાદ ના હોય પણ લો એન્ડ ઓર્ડર તેમના માટે કોઈ મુદ્દો ના હોય પણ 36 વર્ષથી વધારે ઉંમરના મતદાતાઓ માટે આ એક મુદ્દો જરૂર હતો અને જેડીયૂ-ભાજપને રૂઝાનોમાં મળી રહેલી બઢતથી આ વાત જરૂરથી સાબિત થાય છે. સર્વે પ્રમાણે મુખ્યમંત્રીના ચહેરા માટે 40 ટકા લોકોએ તેજસ્વી યાદવને પોતાની પહેલી પસંદ ગણાવ્યા હતાં પરંતુ નીતિશ કુમારના પક્ષમાંં પણ 35 લોકો તો હતાં જ.

સાયલંટ વોટર નીતિશના પક્ષમાં

ચૂંટણી પ્રચારથી લઈને લગભગ એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મહુમળતી દેખાડવામાં આવી હતી. પરંતુ એક વાત એવી પણ સામે આવી હતી કે ‘સાયલંટ વોટર્સ’ નીતિશના પક્ષમાં જઈ શકે છે. ચૂંટણીમાં ‘ચૂપચાપતીર છાપ’નો નારો પણ સામે આવ્યો હતો અને માનવામાં આવે છે કે મહિલાઓના એમ મોટા ભાગે આ વખતે કોઈ જ હોબાળા વચ્ચે ચુપચાપ નીતિશ કુમારના સમર્થનમાં જ મતદાન કર્યું હતું. આમ થવા પાછ્ળનું કારણ રાજ્યમાં લાગુ કરવામાં આવેલી દારૂબંધી જવાબદાર હોઈ શકે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here