ત્રણ રાશિ પર શનિની સાડાસાતી, શનિના માર્ગી થયા પછી આ ઉપાય આપશે રાહત

0
58

શનિ હવે માર્ગી થઈ ગયો છે. ગયા મહિનાની 29 મી તારીખે શનિ મકર રાશિમાં વક્રીથી માર્ગી થઈ ગયા છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. શનિની રાશિના પરિવર્તનને કારણે તમામ જાતકો પર અસર થશે. જ્યારે શનિ એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કેટલીક રાશિ પર શનિની સાડાસાતી શરૂ થાય છે. શનિની સાડાસાતી જાતકોની મુશ્કેલીઓ વધારે છે. શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.

શનિ ન્યાયપ્રિય દેવતા હોવાથી કર્મોના આધારે પળ આપે છે. જાતકો પર શનિની સારી નજર હોય તો કિસ્મતની ગાડી પાટે ચડે છે. શનિની શાપિત નજર પડે તો અનિષ્ટ થવા લાગે છે.

શનિની માર્ગી ચાલ
ન્યાયપ્રિય અને કર્મફળના દેવતા શનિદેવ 29 સપ્ટેમ્બરની સવારે 9:30 વાગ્યે માર્ગી થયા છે. અગાઉ શનિ 11 મે 2020 ના રોજ વક્રી થયા હતા. જે લોકોની કુંડળીમાં શનિદેવની અશુભ સ્થિતિ હતી તેમના માટે મોટા રાહતના સમાચાર છે. મકર અને કુંભ રાશિના સ્વામી શનિને મેષ રાશિમાં નીચનો અને તુલા રાશિમાં ઉચ્ચ સ્થાનનો માનવામાં આવે છે.

શનિની સાડાસાતી ત્રણ રાશિના જાતકોને નડી રહી છે.
આ રાશિના જાતકો ધન, મકર અને કુંભ છે ધનરાશિમાં સાડાસાતીનો છેલ્લો તબક્કો, મકર રાશિ પર બીજો તબક્કો અને કુંભ રાશિ પર પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે.

શનિની સાડાસાતીની પીડા દૂર કરવાના ઉપાય
દર શનિવારે શનિદેવ માટે વ્રત રાખો અને શનિ મંદિરમાં જાઓ અને શનિદેવને તેલ ચડાવો. સાંજે પીપળાના ઝાડને પાણી ચડાવો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. – શનિદેવને પ્રસન્ન કરવા અને નિયમિત રૂપે હનુમાનજીની ઉપાસના કરો. હનુમાન ચાલીસાના પાઠ કરો.

રુદ્રાક્ષની માળા લો અને શનિના બીજ મંત્ર ॐ પ્રાં પ્રીં પ્રૌં શનિશ્ચરાય નમ: મંત્રનો 108 વાર જાપ કરો. કૂતરાને રોટલી ખવડાવો. કાળી ગાયની પૂજા કરો, કીડીને લોટ અને માછલીને લોટની ગોળી ખવડાવો. – કાળા અથવા વાદળી કપડાં પહેરો અને ગરીબોને દાન આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here