ત્રિપુરા:25 મહિલાઓ માટે મીણબત્તી કમાણીનું સાધન બની, તેમને આશા છે કે ફેસ્ટિવ સીઝનમાં લોકડાઉનને કારણે ખરાબ થયેલી સ્થિતિઓ સુધરશે

0
65

કોરોનાકાળનો ખરાબ સમય હજુ પૂરો થયો નથી, તેમ છતાં લોકો સારી કમાણી થાય તેવી આશાએ કામે લાગી ગયા છે. તેમને આશા છે કે, દિવાળીને લીધે સારી બજારમાં મંદી પૂરી થશે અને કામ વધશે. આ આશા સાથે ત્રિપુરાના અગરતલા શહેરની 25 મહિલાઓ મીણબત્તી બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. દરેક મહિલાઓને આશા છે કે, દિવાળીએ મીણબત્તીની માગ વધશે અને કમાણી પણ થશે.

અગરતલાની રહેવાસી એક મહિલા પૂર્ણિમા દેબે કહ્યું કે, દિવાળીએ મીણબત્તીની માગ વધારે હોય છે. અમને બધાને આશા છે કે, દિવાળીએ અમારો બધો સામાન વેચાઈ જશે. ગ્રાહકોની માગ અનુસાર અમે કામનો સમય પણ વધાર્યો છે. ઘણી મહિલાઓ આ ધંધા સાથે લાંબા સમયથી જોડાયેલી છે તો ઘણી આ વર્ષે જ જોડાઈ છે.

30 વર્ષ પહેલાં સુધાન બેનર્જીએ આ મેન્યુફેક્ચરિંગ યુનિટની શરુઆત કરી હતી. પૂર્ણિમા 20 વર્ષથી આ કામ કરે છે. તેણે કહ્યું કે, આ કમાણીથી મારે મારી દીકરીના લગ્ન કરવાના છે. મારી દીકરીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે મારી પાસે આના સિવાય અન્ય કોઈ કમાણીનું સાધન નથી.

અન્ય એક મહિલા ખુકુ રાની દાસે જણાવ્યું કે, દર વર્ષે દિવાળીએ મીણબત્તી બનાવવાનું કામ વધી જાય છે. આ વર્ષે લોકડાઉનને લીધે લાંબો સમય સુધી અમારું કામ બંધ રહ્યું. આથી વધારે સ્ટોક નથી. હાલ યુનિટમાં બે મહિલાઓ માર્કેટિંગનું કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here