થિયેટરમાં દિવાળી સુધી જોવી પડશે જૂની ફિલ્મો, કપલને પણ એક સીટ છોડીને બેસવું પડશે

0
129

કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક 5ની ગાઈડલાઈનમાં થિયેટર ખોલવાને મંજૂરી આપી દીધી છે. પણ કોરોના મહામારી વચ્ચે અનેક મહિનાઓથી બંધ પડેલાં થિયેટરોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે થિયેટરમાલિકોએ સરકાર દ્રારા જાહેર કરેલ SOPને અનુસરવી પડશે. જેને લઈ હાલ થિયેટરમાલિકો તૈયારીઓ કરી રહ્યા છે. પણ દિવાળી સુધી થિયેટરોમાં એકપણ નવી ફિલ્મ જોવા મળશે નહીં.

અનલોક 5ના તબક્કામાં થિયેટરો ખોલવાને મંજૂરી અપાતાં થિયેટરમાલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. પણ કોરોના મહામારીને કારણે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. થિયેટરમાં દરેક શો પછી સિનેમા હોલને સેનેટાઈઝ કરવામાં આવશે. અને સેનેટાઈઝ કર્યા બાદ જ બીજો શો ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત થર્મલ સ્કેનિંગ અને હેન્ડ સેનેટાઈઝનું પણ થિયેટરમાલિકો દ્વારા ધ્યાન રાખવામાં આવશે.

તો થિયેટરમાં મુવી જોવાના શોખીન કપલ માટે એક આંચકારૂપ સમાચાર છે. સિનેમા હોલમાં કપલ અને ફેમિલી મેમ્બર્સને પણ એક સીટ છોડીને બેસવું પડશે. જોડે બેસીને મુવીની મજા માણતાં કપલોને આ વાત પસંદ નહીં આવે, પણ કોરોનાની ગાઈડલાઈનને અનુસરતાં થિયેટર ઓનર્સ દ્વારા આ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કે, આ તમામ વસ્તુઓ વચ્ચે સામાન્ય જનતા માટે બીજી રાહતની વાત એ છે કે, આ તમામ પ્રક્રિયાઓનું પાલન કરવા છતાં પણ ટિકિટની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here