થિયેટરો ખુલતા જ રોહિત શેટ્ટી અને રાજ કુમાર હિરાનીની કોમેડી અને ફીલ ગુડ જેવી ફિલ્મો દર્શાવવામાં આવશે

0
29

– જ્યારે દીવાળીની આસપાસ રિલીઝ કરવામાં આવશે બિગ બજેટ ફિલ્મો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 ઓકટોબર 2020, શુક્રવાર

કેન્દ્ર સરકારે અનલોક ૫.૦ની ઘોષણા કરતા ૧૫ ઓકટોબરથી સિનેમાઘરો ખોલવાની મંજૂરી આપી છે. મળેલી જાણકારીના અનુસાર દેશભરના થિયેટરોમાં પહેલા રોહિત શેટ્ટી, રાજ કુમાર હિરાણી, અમિતાભ બચ્ચન અને ક્રિસ્ટોફર નોલની ફિલ્મો રિલીઝ કરવામા ંઆવશે. ન્યુ કન્ટેન્ટ સ્વરૂપે દીવાળીની આસપાસમાં સૂર્યવંશી, લક્ષ્મી બોમ્બ, કુલી નંબર વન જેવી ફિલ્મોને પહેલા રિલીઝ કરવામા ંઆવશે. 

એક ટ્રેડ નિષ્ણાંત અન ેડિસ્ટ્રીબ્યુટરના અનુસાર, સિનેમાઘરના સંચાલકોને ૧૫ દિવસનો સમય મળી ગયો છે. આ દરમિયાન તેઓ થિયેટરોની સાફસફાઇ અને સેનિટાઇઝ જેવા કામ કરી શકશે. થિયેટરોમાં ૫૦ ટકા જ  સીટની પરમિશન મળી હોવાથી કઇ રીતે સીટિંગ રાખવું તેની પણ તૈયારી કરવામાં આવશે. 

થિયેટરો ખુલ્લા પછી પહેલા નાના બજેટની જુની ફિલ્મો દર્શાવામાં આવશે. ખાસ કરીને જે નાના સેન્ટર્સ છે, ત્યાં ધૂમ, ગોલમાલ, મુન્નાભાઇ ટાઇપની ફિલ્મો રિલીઝ કરવાની યોજના છે. જ્યારે હેરાફેરી જેવી ફિલ્મો પણ સિનેમાઘરવાળાઓ ડિસ્ટ્રીબ્યૂટરો પાસેથી રાઇટલ લઇન ેરિલીઝ કરશે.હાલ તો એક જ મકસદ છે કે કોઇ પણ રીતે કામ શરૂ કરવામાં આવે. હાલ કેટલી કમાણી થશે તેનો વિચાર કોઇ કરી રહ્યા નથી. લોકોને ફરી થિયેટર સુધી ખેંચી લાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે. તેમજ તેના પર જ ભાર મુકવામાં આવશે.  

હાલમાં ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મો જેવી કે ગુંજન સકસેના ધ કારગિલ ગર્લ થી લઇ ગુલાબો સિતાબો, ઇંગ્લીશ મીડિયમ જેવી ફિલ્મો પણ રિલીઝ થઇ શકે. પરંતુ આ ફિલ્મો એકાદ શોમાં જ દર્શાવામાં આવે તેવી શક્યતા છે. 

થિયેટરોના માલિકોને આશા છે કે, દીવાળી સુધીમાં તેમને ઓડિયન્સ થિયેટરોમાં ફિલ્મ જોવા આવે છે કે નહીં તે અનુભવ થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here