દર્શકો જે અભિનેત્રીને બિગ બોસ-14માં મિસ કરી રહ્યા હતાં, એ અભિનેત્રીએ આપ્યાં મોટા સંકેત

0
60

હાલમાં બિગ બોસ 14 પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ‘બિગ બોસ 14’ની શરૂઆત પણ એટલી જ ધમાકેદાર રહી હતી. જેમાં ‘બિગ બોસ 13’ વિજેતા સિદ્ધાર્થ શુક્લા પણ દેખાઈ રહ્યો છે. સિદ્ધાર્થની એન્ટ્રી સાથે જ લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે આ શોમાં શાહનાઝ ગિલ પણ એન્ટ્રી કરશે. જો કે, શહનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં શહેનાઝ ગિલ ‘બિગ બોસ 14’ માં એન્ટ્રીની વાત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ‘બિગ બોસ 14’ ની અંદર હિના ખાન અને ગૌહર ખાન ઉપરાંત સિદ્ધાર્થ શુક્લા સહિત ત્રણ જૂના સ્પર્ધકો છે. ત્રણેયને ઘરની અંદર તોફાની સિનિયરોનો ટેગ આપવામાં આવ્યું છે. આ ઘરમાં સિદ્ધાર્થની એન્ટ્રી થઈ ત્યારથી જ ચાહકો સિડનાઝની જોડીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. ત્યારે હાલમાં શહનાઝના ચાહકો સતત આ શોમાં તેની એન્ટ્રીની ડિમાન્ડ કરી રહ્યા છે.

આ બધી જ અટકળો વચ્ચે એક સવાલનો જવાબ આપતી વખતે, શહનાઝ એક વીડિયોમાં કહેતી જોવા મળી છે કે મારે ફરીથી ‘બિગ બોસ’માં કેમ આવવું જોઈએ, મારે ફરીથી ત્યાં આવવાની શું જરૂર છે. મને જે જોઈએ તે બધું જ મળ્યું. જો હું હમણાં જઉં, તો હું મહેમાન તરીકે જઈશ – હેલ્લો, હાઈ બાય કરવા.’ બસ આ વીડિયો પછી જ શહેનાઝ ગિલ બિગ બોસમાં આવી શકે છે એવી વાતો કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here