દારૂબંધીને કારણે યુવાનો ડ્રગ્સ લેતાં થતા ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે: શંકરસિંહ વાઘેલા

0
158

ગુજરાતમાં દારૂબંધી ને કારણે પ્રવાસન ખતમ થઇ ગયું છે તેની સાથે સાથે યુવાનો પણ ડ્રગ્સ ના નશામાં ઝુમતા થઇ ગયા હોવાથી યુવાધન પણ ખતમ થઈ રહ્યું છે જેથી દારૂબંધી હટાવી લેવી જોઈએ.

વડોદરા ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં ગુજરાત સરકારની બેવડી નીતિ અંગે ટીકા કરતા વધુમાં જણાવ્યું હતું કે દારૂબંધીને કારણે હપ્તા બાજી ચાલી રહી છે જેમાં પોલીસ કરતાં રાજ્ય સરકાર જ વધુ જવાબદાર છે.

એટલું જ નહીં દારૂબંધીને કારણે ટૂરિઝમ પર પણ ગંભીર અસર પડી છે ગુજરાતમાં દારૂબંધીને કારણે યુવાધન પણ હવે ડ્રગ્સના રવાડે ચડવું છે અને તેને કારણે યુવાધન પણ ખતમ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ જેથી સરકારને પણ આર્થિક ફાયદો થશે.

તેમણે નવરાત્રી મહોત્સવ પર મુકેલા પ્રતિબંધ અંગે કટાક્ષ કરતા જણાવ્યું કે નવરાત્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો રાજકીય ગરબા પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ ચૂંટણીઓ થતી રેલી અને સભાઓ યોજવામાં આવે તેની પર પણ પ્રતિબંધ રાખવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here