દિલજિત દોસંજે બહાર પાડયો જી.ઓ.એ.ટી. આલ્બમ

0
109

મ હામારીનો આ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે મોટાભાગના કલાકારો તેમના ઘરમાં પૂરાઈ રહ્યા છે અથવા તેમને ફ્રી સમય મળે તો તેનો ઉપયોગ સર્જનાત્મકતા અને પ્રોડ્કટીવીટી માટે કરી રહ્યા છે. આવા કલાકારોમાં એક છે એક્ટર- સિંગર દિલજીત દોસંજ! છેક એપ્રિલ મહિનાથી દિલજિત કેલિફોર્નિયામાં છે અને તેણે ત્યાં તેનો ૧૧મો મ્યુઝિક આલ્બમ ‘જી.ઓ.એ.ટી.’ વર્ચ્યુઅલી રિલિઝ કર્યો. આ આલ્બમ લોકડાઉન દરમિયાન રેકોર્ડ કરાયો હતો અને બાકીનું બધું પ્રોડકશન વર્ક રિમોટલી કરાયું છે.

આ અસામાન્ય સમયમાં દરેક જણ પોતાની મેળે કંઈક ને કંઈક શીખતો રહે છે દિલજિત કહે છે. આ વખતે હું મારો સંપૂર્ણ સમય આ મ્યુઝિક આલ્બમને આપી શક્યો છું. ‘હું મારા મ્યુઝિક પર સંપૂર્ણ ફોક્સ કરી શક્યો છું અને લોકડાઉનના આ સમયમાં મારું શૂટ અટકી પણ પડયું હતું. આ વખતે મારે મ્યુઝિક અને ફિલ્મો વચ્ચે કોઈ સમય વિભાજિત નહોતો કરવો પડયો આથી ખરેખર મેં આ તબક્કો ખૂબ એન્જોય કર્યો છે,’ એમ તેણે સ્પષ્ટ કર્યું હતું. તેના ફેન્સને આ ગાયકની બીજી બાજુ જોવા મળશે.

આ સમયગાળામાં તેણે ભોજન પણ બનાવ્યું હતું ‘લોકડાઉનના  પ્રારંભના દિવસોમાં હું મુંબઈમાં ફસાઈ પડયો હતો. ઘરકામમાં મદદ કરનાર કોઈ આવી શક્યું નહોતું, પણ મને રાંધવાની મોજ પડી અને વધુમાં મેં મારા ફેન્સ માટે વીડિયો પણ ખૂબ મોજથી બનાવ્યો. મારા કામને કારણે હું કંઈ નિયમિત રસોઈ બનાવતો નથી, પણ હવે મને ખબર હતી કે જે કંઈ બનાવવાનું છે એ મારે જ બનાવવાનું છે.’

ફરી સામાન્ય સ્થિતિ સ્થપાશે અને જીવન પાછું પાટે ચડશે ત્યારે કામે ચડી શકાશે, જેની દિલજિત રાહ જોઈ રહ્યો છે. તેણે તેના કેટલાંક ફિલ્મ પ્રોજેક્ટસ પણ પૂરા કરવાના છે. એ પોતે પણ કેટલુંક ગુણવતાભર્યું મ્યુઝિક સર્જવા માગે છે. કોઈ આંતરરાષ્ટ્રીય કલાકાર સાથે (ખાસ કરીને તેનો મનગમતો કિલી જેનેટ) ભવિષ્યમાં કોઈ સહકાર સાધી રહ્યો છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું, ‘હું સારા કોલોબોરેશન માટે કાયમ તૈયાર છું. મારું છેલ્લું લક્ષ્ય તો સારું-સર્વોત્તમ મ્યુઝિક બહાર લાવવાનું છે. સંગીત મારું પેશન છે અને એ દ્વારા હું મારા ફેન્સનું મનોરંજન કરવા માગું છું.

વધુ ધાર્મિક મ્યુઝિક આલ્બમ બનાવવાની કોઈ યોજના છે, એવા પ્રશ્નના ઉત્તરમાં દિલજિત જણાવ્યું, ‘હું દર વર્ષે આવું એક આલ્બમ બહાર પાડવાનો ઇરાદો ધરાવું છું, પણ એ બધું જ સાચા ટાઈમ અને આશીર્વાદ પર આધાર રાખે છે,’ એમ કહી અભિનેતા – ગાયક દિલજિતે વાતનું સમાપન કર્યું. ‘સારા કોલોબોરેશન માટે હું કાયમ તૈયાર છું. મારે અંતે તો શ્રેષ્ઠ મ્યુઝિક જ આપવાનું લક્ષ્ય છે અને ફેન્સનું જોરદાર મનોરંજન કરવું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here