દિલ્હી-અમદાવાદની આખી ફ્લાઇટમાં માત્ર 1 મુસાફર!

0
47

સામાન્ય ટિકિટે સ્પેશિયલ ફ્લાઇટ જેવો અનુભવ

– કુવૈત માટે રવાના કરવાની હોવાથી એરલાઇન્સને 1 મુસાફર સાથે પણ ફ્લાઇટ ઓપરેટ કરવી પડી

કોઇ મહાનુભાવની જેમ એકલા જ સ્પેશિયલ ફ્લાઇટમાં બેસવા મળે તેવી અનેક લોકોની ઇચ્છા હોય છે. અમદાવાદના એક યુવાનને સામાન્ય ટિકિટમાં જ ‘સ્પેશિયલ’ ફ્લાઇટ જેવો અનુભવ થયો હતો.

કેમકે, આ યુવાન દિલ્હીથી અમદાવાદ આવ્યો ત્યારે આખી ફ્લાઇટમાં તેના સિવાય અન્ય કોઇ જ મુસાફર નહોતો. કોરોનાની મહામારી વચ્ચે ડોમેસ્ટિક સેક્ટરની ફલાઇટો શરૂ થઇ ગઇ છે પણ હજું ઘણા સેક્ટરની ફલાઇટોમાં મુસાફરો નહીંવત જોવા મળી રહ્યા છે.

દિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફલાઇટમાં પણ આવું જ કંઇક બન્યુ હતું. આખી ફલાઇટમાં એક જ મુસાફર સવાર હોવાથી આશ્રર્ય સર્જાયુ હતુ. આ મુસાફરે આખી ખાલી ફલાઇટના ફોટા પાડી સોશિયલ મિડિયામાં વાયરલ પણ કર્યા હતા. ઇન્ડિગોની ફલાઇટ દિલ્હીથી અમદાવાદ માટે સવારે 9: 45 કલાકે ટેકઓફ થઇ હતી. 

આ ફલાઇટમાં સવાર મુસાફર વૈશાખે જણાવ્યુ કે’ જ્યારે બોર્ડિંગ કરી ઓનબોર્ડ ફલાઇટમાં સીટ પર બેસવા માટે ગયો ત્યારે હું એક  જ મુસાફર તરીકે સવાર હતો આખી ફલાઇટ ખાલી દેખાતા હું પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. 

180 સીટરના એરક્રાફ્ટમાં એક જ સીટના બુકીંગ હોવાથી મે ઓનબોર્ડ ફલાઇટની ક્રૂ મેમ્બરને પુચ્છા કરી હતી કે  આખી ફલાઇટ કેમ ઓપરેટ કરવામાં આવી રહી છે. તેના જવાબમાં ક્રૂએ કહ્યું  કે આ ફલાઇટ અમદાવાદથી કુવૈત માટે રવાના થવાની છે જેથી આ ફલાઇટ ઓપરેટ કરવી પડી છે નહીંતર ફલાઇટ કેન્સલ કરી દેવામાં આવત.

આ સ્થિતિએ મને બીજી દિલ્હીથી અમદાવાની ફલાઇટમાં આવવુ પડત. ‘  મહત્વનું એ છે કે આમ તો એરલાઇન કંપનીઓ ઓછા મુસાફરો હોય તો આખી ફલાઇટ જ કેન્સલ કરી દે છે પરંતુ આગળના શે્ડયુલ ખોરવાય નહીં તે માટે કેટલીક વખત એરલાઇન કંપની આખી ખાલી ફલાઇટ પણ ઓપરેટ કરવાની નોબત આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here