દિલ્હી-NCRના વાતાવરણમાં પલ્ટો, ઘણાં વિસ્તારોમાં વરસાદ, સુધરી શકે છે હવાની ગુણવત્તા

  0
  7

  વી દિલ્હી, તા. 15 નવેમ્બર 2020, રવિવાર

  દિલ્હી-NCRના ઘણાં વિસ્તારોમાં રવિવારે સાંજના સમયે વરસાદ પડ્યો. જેના કારણે તાપમાન અને પ્રદુષણના સ્તરમાં ઘટાડો નોંધાયો. જોકે હવામાન વિભાગે પહેલા જ તે અનુમાન વ્યક્ત કર્યું હતું કે દિવાળીના આગલાં દિવસે દિલ્હી-NCRના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને વાતાવરણમાં ફેલાયેલાં ધુળવા કણોમા પણ ઘટાડો થશે.

  હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે દિલ્હીમાં સાંજે વરસાદ પડ્યો અને તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો જ્યારે  દિલ્હીની હવામાં પણ સુધારો જોવા મળ્યો. NCRના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. સોનીપતમાં વરસાદ સાથે કરા પણ પડ્યાં.

  ઉલ્લેખનિય છે કે, દિલ્હી-NCRમાં વાયુ પ્રદુષણનું સ્તર ઘણાં દિવસોથી ગંભીર શ્રેણીમાં આવ્યું હતું. મોટા ભાગના વિસ્તારોમાં રેડ જોન જાહેર કરી દેવામાં આવ્યું. દિવાળી પર દિલ્હી-NCRમાં લોકોએ ફટાકડાં ફોડ્યા જેનાથી વાયુ પ્રદુષણમાં વધારો થયો. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી. સાજે પડેલા વરસાદને કારણે તેમાં રાહત જોવા મળી.

  હવામાન વિભાગે પહેલાં જ જણાવ્યું હતું કે રવિવારે પંજાબ અને હરિયાણા પર અપર સાઈક્લોનિક સર્ક્યૂલેશન બની જશે. વિભાગે રવિવારે સાંજે પંજાબ હરિયાણાં દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ પ્રમાણે આ વખતે ચોમાસામાં ઓછો વરસાદ પડવાને લીધે પણ વાયુ પ્રદુષણમાં વૃદ્ધિ જોવા મળી છે. આ વખતે ઓછા વરસાદે ઘણાં વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે ચોમાસું સમસસર તો આવ્યું પરંતુ ઓછા વરસાદ સાથે ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થયું.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here