દિવાળીના તહેવારોમાં રાજકોટમાં સોનાની ખરીદીમાં રિટેલને બદલે ઓનલાઇનનો ક્રેઝ વધ્યો, સમય અને પસંદગીમાં ફાયદો

    0
    6

    દિવાળીના તહેવારોને આડે થોડા દિવસ જ બાકી છે. ધનતેરશના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે લોકોએ સોના-ચાંદીના શો રૂમમાં જવાને બદલે ઓનલાઈન ખરીદી કરવા પર વધુ ભાર મૂક્યો છે. રાજકોટમાં સોનાની ખરીદીમાં ઓનલાઈનનો ક્રેઝ વધ્યો છે. ઓનલાઈન ખરીદીમાં સમય અને પસંદગીમાં ફાયદો થાય છે.

    ઓનલાઇન ખરીદીમાં સમયનો બચાવ અને પસંદગીમાં ફાયદો
    સોનાના વેપારી રાજેશ કાતરોલિયાએ જણાવ્યું હતું કે અત્યારે ઓનલાઈન સોનાની ખરીદી વધી છે. ઓનલાઈનથી ફાયદા બે છે, જેમાં લોકોનો ટાઈમ બચે છે અને મહિલાઓને ખરીદીમાં પસંદગી જોઈએ છે. ઘરમાં સામાન્ય વસ્તુની ખરીદી કરવી હોય તો એકસાથે સમૂહમાં મહિલાઓ આવતી હોય છે, આથી મહિલાઓને પસંદગી કરવામાં ઘણી રાહત રહે છે. જ્વેલરીક્ષેત્રે પણ ઓનલાઈન પદ્ધતિ આવી ગઈ છે. જ્વેલરી મોલ ડોટ કોમ કરીને એક પ્લેટફોર્મ લઈને આવ્યું છે, જેની અંદર તમને ઘેરબેઠાં મોલ જ મળશે. તમારો પ્રતિષ્ઠિત જ્વેલરી શો રૂમ હશે એ પણ તેમાં મળી જશે.

    કોરોના મહામારીમાં રિટેલ કરતાં ઓનલાઇનમાં માગ વધી
    રાજેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જ્વેલરી મોલ ડોટ કોમમાં તમને ઘેરબેઠાં જ પસંદગી મળી જશે. તમે કોઈપણ આઈટમ પસંદ કરી હોય એને જોવા બોલાવી શકો છો. અત્યારે કોરોના મહામારીમાં રિટેલ કરતાં ઓનલાઈનમાં માગ વધી ગઈ છે. લોકોને બહાર નીકળવું અત્યારે પોષાય તેમ નથી. અત્યારે દિવાળીએ પ્રી-બુકિંગ થઈ ગયું છે. પ્રી-બુકિંગમાં ધનતેરશ આવે છે તો ધનતેરશમાં કોઈ વ્યક્તિ કહી જાય છે કે દિવાળીનો સમય આવે છે તો અમારી જગ્યા રાખજો. ઓનલાઈનમાં ખાસ કરીને પૈસા કાર્ડથી ખાતામાં જમા થઈ જાય છે, એટલે લૂંટ જેવી ઘટનામાંથી બચી શકાય છે. 5 લાખના દાગીના હોય તો એડવાન્સમાં અમે 50 હજાર રૂપિયા લઈ તેને બેંક સાથે લિંક કરી દઈએ છીએ. ઈન્સ્ટોલમેન્ટની પણ સુવિધા કરી દઈએ છીએ.

    લગ્નની સીઝન માટે લોકો અત્યારથી જ ખરીદી કરી રહ્યા છે
    વેપારીઓના જણાવ્યા મુજબ, દિવાળી બાદ શરૂ થનારી લગ્નની સીઝન માટે લોકો અત્યારથી જ ખરીદી કરી રહ્યા છે. ભાવ હજુ વધશે તો કિંમતો ખરીદશક્તિથી બહાર જવાની દહેશતે પણ લોકો અત્યારે જ ઓર્ડર આપી રહ્યા છે અથવા તો ખરીદી કરી રહ્યા છે, જેથી પુષ્ય નક્ષત્રના મુહૂર્ત પણ સચવાય અને પ્રસંગ માટેની ખરીદી પણ થઇ જાય.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here