દિવાળીની ખરીદીમાં આ વાતનુ ધ્યાન અચૂક રાખજો, પીએમ મોદીની લોકોને અપીલ

    0
    8

    દિવાળી પર્વોનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે અને દેશભરમાં દિવાળી  માટે ખરીદી નિકળેલી છે ત્યારે પીએમ મોદીએ લોકોને એક અપીલ પણ કરી છે.

    પોતાના વિડિયો મેસેજમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ વખતે ખરીદી કરતી વખતે વોકલ ફોર લોકલનો મંત્ર ભુલવાનો નથી.આપણે દેશને આગળ વધારવાનો છે અને આ માટે દેશના તમામ નાના વેપારીઓ, કારીગરો, કલાકારો અને ગામડાની બહેનોને પણ તક આપવાની છે.જેથી તમામના મનમાં વોકલ ફોર લોકલનો ભાવ પેદા થવો જોઈએ.

    તેમણે વિડિયો મેસેજમાં કહ્યુ હતુ કે, વોકલ ફોર લોકલનો મતલબ એટલો જ નથી કે માત્ર માટીમાંથી બનેલા દિવડા ખરીદવા, એવુ નહીં પણ દરેક વસ્તુની ખરીદીમાં લોકલ પ્રોડક્ટસને પ્રાધાન્ય આપજો.આપણે ત્યાં સ્થાનિક લોકો અનેક પ્રકારની વસ્તુઓ બનાવે છે.તેમની પાસેથી ખરીદી કરીને ગર્વથી કહી શકો છો કે, આ અમારા દેશમાં બનેલી વસ્તુઓ છે.વોકલ ફોર લોકલના મંત્ર સાથે કોઈ સમાધાન કરજો નહી, આ મંત્ર આપણા જીવનનો મંત્ર છે.

    પીએમ મોદીએ આપેલા સંદેશ બાદ મોદી સરકારના બીજા મંત્રીઓ પણ તેમના સંદેશને સોશ્યલ મીડિયા પર પોતાના એકાઉન્ટમાંથી શેર અને રીટ્વિટ કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે દેશની ઈકોનોમીની હાલત ખરાબ થઈ છે ત્યારે સરકાર લોકોને સ્થાનિક સામાન ખરીદવા માટે વારંવાર અપીલ કરી રહી છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here