દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળીની ઉજવણી કરવા રાજકોટ પહોંચ્યાં છે. સીએમરૂપાણીએ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી છે. રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ આવેલી પોતાની દુકાનમાં ચોપડા પૂજન કરશે. સીએમ રૂપાણીએ પેટાચૂંટણીના પરિણામને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું હતું.
રાજકોટમાં સીએમ વિજય રૂપાણી લોકોને સાવચેતી સાથે દિવાળી પર્વની ઉજવણી કરવાની અપીલ કરી હતી. સાથે સાથે પેટાચૂંટણીના પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું હતું. દિવાળીમાં અયોધ્યામાં ભવ્ય ઉજવણીથી આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આજે રાજકોટમાં દિવાળીની ઉજવણી કરવા માટે અહીંયા આવ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની તમામ 8 બેઠક પર જીત થઇ હતી. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે CM રુપાણીએ કહ્યું કે લોકો વચ્ચે રહી લોકોની આશાઓ પૂર્ણ કરીશું. સ્થાનિક સ્વરાજ અને 2022માં પણ જંગી બહુમતિથી વિજય મેળવીશું.