દિશા વાકાણી નવરાત્રીએ આવશે તારક મહેતા શોમાં? અસિત મોદીએ આપી દીધો ચોખ્ખો જવાબ

0
39

છેલ્લા 12 વર્ષથી લોકોને ખડખડાટ હસાવનાર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ પોતાના 3 હજાર એપિસોડ પુરા કરી લીધા છે. આ સમયે સેટ પર જ કલાકારોએ સેલિબ્રેશન પણ કર્યું હતુ અને નાનકડી પાર્ટી રાખી હતી. તો વળી હાલમાં જ શોના બે એક્ટર્સને બદલવામા આવ્યા છે એક અંજલિ ભાભી અને બીજો સોઢી. તો એક તરફ ઘણા લાંબા સમયથી દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. આ વચ્ચે વારંવાર દિશા વાકાણીનું નામ ચર્ચામાં આવી રહ્યું છે કે તે શોમાં ફરીથી આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી આ નવરાત્રીએ તારક મહેતા શોમાં ફરીથી આવશે. દિશાની વાપસી પર માધવી ભાભી એટલે કે સોનાલિએ પણ મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે મને હાલના સમયે આ વિશે કોઈ જ જાણકારી નથી. અમને પણ બીજા દ્વારા સાંભળવા મળે છે કે દયા ભાભી આવશે. 3 વર્ષથી આવી ખબરો આવી રહી છે કે તે આવશે પરંતુ હજુ આ વિશે કોઈ પુષ્ટિ મળી રહી નથી.

હાલમાં આ શોના પ્રોડ્યુસર અમિસ મોદીએ પણ આ સમાચાર અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે હજુ કાંઈ નક્કી નથી, કોઈ વાત પાક્કી નથી થઈ. મીડિયા રિપોર્ટનું માનીએ તો મેકર્સ દિશાને શોમાં ફરીથી લાવવા માટે પુરી કોશિશ કરી રહ્યા છે. કારણ કે દિશા દયાભાભીના પાત્રથી લોકો ખુબ હસે છે અને બધાનું ફેવરિટ પાત્ર બની ગયું છે. એવામાં મેકર્સ ફેન્સના આ ગમતા પાત્રને તેનાથી વધારે સમય દુર રાખવા નથી માંગતા. ત્યારે દરેકને એક જ રાહ છે કે ક્યારે આ શોમાં દયાભાભીના રોલમાં દિશા વાકાણીની એન્ટ્રી થાય છે અને ફેન્સની રાહ પુરી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here