દીપિકા પદુકોણ અને પ્રભાસની ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી

0
81

– ફિલ્મસર્જકે બહાર પાડયો ધમાકેદાર વીડિયો

દીપિકા પદુકોણ અને પ્રભાસ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. કહેવાય છે કે, દીપિકાએ આ ફિલ્મ માટે તગડી રકમ વસૂલ કરી છે. હવે નાન અશ્વિનની આ ફિલ્મમાં વધુ એક ટોચના સ્ટારની એન્ટ્રી થઇ છે એ બીજુ કોઇન હી ંપરંતુ સદીઓના મહાનાયક છે. 

પ્રભાસ અને દીપિકાની ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરવાના છે. ફિલ્મમેકર્સે તેમનો એક જબરદસ્ત વીડિયો બહાર પાડીને બિગ બીનું સ્વાગત કર્યું છે. વૈજયંતી ફિલ્મસ તરફથી ઘોષણા કરતા આ વીડિયોમાં લખ્યું છે કે, અમે લેન્ડ અમિતાભ બચ્ચન સિવાય કઇ રીતે એક મહાન ફિલ્મ બનાવી શકીએ.

સાથે મેકર્સે એમ પણ લખ્યું છે કે, કરોડો ભારતીયોની શાન અમિતાભ બચ્ચનનું અમે અમારી ફિલ્મમાં સહર્ષ સ્વાગત કરીએ છીએ. હવે અમારી સફર વધુ સારી અને ગુણવત્તાસભર થઇ છે. 

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પરના પોતાના અકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરીને ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોની જાણકારી આપીને આભાર વ્યક્ત કર્યો છે. 

ફિલ્મ પીકુ પછી દીપિકા અને અમિતાભ ફરી એક વખત સાથે સ્ક્રીન શેર કરશે. પ્રભાસ સાથે આ તેમની પહેલી ફિલ્મ હશે. 

આ એક મેગા હજેટ ફિલ્મ છે હોવાનું કહેવાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here