દુનિયાના સૌથી અમીર ટોપ-10 દેશ કયા? જાણો ભારતની કુલ સંપત્તિ કેટલી છે

0
55

છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરના દેશોની સંપત્તિમાં ભારે વધારે થયો છે. દુનિયાની કુલ સંપત્તિમાં એશિયાઈ દેશોની મોટી ભાગેદારી છે. જોકે સંપત્તિના મામલે અત્યારે પણ અમેરિકા નંબર 1ની પોઝિશન પર છે. ક્રેડિટ સુઈસના એક રિપોર્ટ પ્રમાણે સંપત્તિઓના મામલે ભારત સાતમાં નંબરે છે અને તેની કુલ સંપત્તિ 12 લાખ કરોડ ડૉલર (840 લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે ચીન બીજા નંબરે છે.

ચીનની કુલ સંપત્તિ 63.83 લાખ કરોડ ડૉલર

પહેલા નંબરે રહેલા અમેરિકાની કુલ સંપત્તિ 106 લાખ કરોડ ડૉલર એટલે કે 7,420 લાખ કરોડ રૂપિયા છે. બીજા નંબરે રહેલા ચીનની કુલ સંપત્તિ 63.83 લાખ કરોડ ડૉલર એટલે કે 4,468 લાખ કરોડ રૂપિયા છે. જાપાનનો કુલ સંપત્તિના મામલે ત્રીજો નંબર છે. જાપાનની કુલ સંપત્તિ 24.99 લાખ કરોડ ડૉલર એટલે કે 1,750 લાખ કરોડ રૂપિયા છે. ત્યારબાદ જર્મનીનો નંબર આવે છે, જેની કુલ સંપત્તિ 14.66 લાખ કરોડ ડૉલર એટલે કે 1,026 લાખ કરોડ રૂપિયા છે.

ભારત સાતમાં નંબરે

બ્રિટન છઠ્ઠા નંબરે છે. બ્રિટનની કુલ સંપત્તિ 14.34 લાખ કરોડ ડૉલર એટલે કે 1,003 લાખ કરોડ રૂપિયા છે. ત્યારબાદ છઠ્ઠા નંબરે ફ્રાન્સ છે. ફ્રાન્સની કુલ સંપત્તિ 13.73 લાખ કરોડ ડૉલર એટલે કે 961.1 લાખ કરોડ રૂપિયા છે. કુલ સંપત્તિના મામલે ભારત સાતમાં નંબરે છે. ભારતની કુલ સંપત્તિ 12.61 લાખ કરોડ ડૉલર એટલે કે 882.7 લાખ કરોડ રૂપિયા છે. આઠમાં નંબરે રહેલા ઇટાલીની કુલ સપત્તિ 11.36 લાખ કરોડ ડૉલર (795.2 લાખ કરોડ રૂપિયા), નવમાં નંબરે રહેલા કેનેડાની કુલ સંપત્તિ 8.57 લાખ કરોડ ડૉલર (600 લાખ કરોડ રૂપિયા) અને દશમાં નંબરે સ્પેન છે જેની કુલ સંપત્તિ 7.77 લાખ કરોડ ડૉલર (544 લાખ કરોડ રૂપિયા) છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here