દૂર્ઘટના / ભરૂચ નજીક ગમખ્વાર કાર અકસ્માતમાં ત્રણ મહિલા સહિત 4ના મોત, એક ઘાયલ

0
28

ભરૂચ પાસે ગુરૂવાર માઠા સમાચાર લઈને આવ્યો છે એક કાર અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

  • નેત્રંગના કંબોડીયા નજીક કાર વૃક્ષ સાથે અથડાય
  • કાર વૃક્ષ સાથે અથડાયા બાદ મારી પલટી
  • કાર પલટતા 4 લોકોના મૃત્યુ,1 ઘાયલ

ભરૂચના નેત્રંગના કંબોડીયા નજીક કાર અકસ્માત થયો હતો. જેમાં કાર વૃક્ષ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી આ ગોઝારા અકસ્મતામાં 4 લોકોના મોત થયા હતા જ્યારે એક જણ ગંભીર રીતે ઘાયલ થયો છે. 

3 મહિલા-1 પુરૂષનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. માંડવી-ઝંખવાવા રોડ પર ઘટના બની હતી. નેત્રંગ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

કાર વૃક્ષ સાથે અથડાઈને રોડથી ઉતરી ગઈ હતી એટલું જ નહીં પરંતુ કાર પલટી મારી હતી અને અંદર બેઠેલા 4 મુસાફરોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. આસપાસના ગામવાસીઓ દોડી આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. ત્યારે અકસ્મતાના સ્થળે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here