દેશના GDPમાં ઘટાડાના અંદાજને મૂડી’સ દ્વારા સાધારણ સુધારાયો

    0
    10

    ભારતમાં કોરોનાના કેસ ઘટવા લાગતા રેટિંગ એજન્સી દ્વારા અંદાજમાં ફેરબદલ

    કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં દેશનો આર્થિક વિકાસ દર જે પહેલા ૯.૬૦ ટકા ઘટવાની મૂડી’સે ધારણાં મૂકી હતી તેમાં હવે સહેજ સુધારો કરીને આ ઘટાડો ૮.૯૦ ટકા રહેવાનો મૂડી’સ દ્વારા અંદાજ મુકાયો છે. ૨૦૨૧માં દેશનું જીડીપી જે અગાઉ ૮.૧૦ ટકા રહેવા અંદાજ મુકાયો હતો તે સુધારીને હવે ૮.૬૦ ટકા કરાયો છે. 

    દેશમાં કોરોનાને લગતા કેસોમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી આ મત આવી પડયો હોવાનું વૈશ્વિક રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે. ભારતમાં ટેસ્ટ પોઝિટિવિટી દર ઘટીને પાંચ ટકાથી નીચે ચાલી ગયો છે. કોરોનાને કારણે મૃત્યુનો દર પણ મોટાભાગના ઊભરતા દેશોમાં નીચે આવી રહ્યો છે.

    જો આ દર ટકી રહેશે, તો, વ્યાપક મોબિલિટી તથા સામાજિક મિલનો શરૂ થતા વાર નહીં લાગે. આ ઉપરાંત વેકસિનની શોધ થયા બાદ ૨૦૨૧ તથા ૨૦૨૨માં કોરોનાનો ભય પણ એકદમ ઓસરી જશે. જુન ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર વાર્ષિક ધોરણે ૨૪ ટકા જેટલો નીચો રહ્યો હતો. કોરોનાને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે જીડીપીમાં ગાબડું પડયું હતું. 

    લોકડાઉન તબક્કાવાર તથા ધીમી ગતિએ હળવા કરાઈ રહ્યા છે. કોરોનાના કેસોમાં સપ્ટેમ્બરથી થઈ રહેલો સ્થિર ઘટાડો ચાલુ રહેશે તો, પ્રતિબંધો વધુ હળવા કરવાનો માર્ગ મોકળો બનશે.

    વૈશ્વિક અર્થતંત્રની રિકવરીનો આધાર આવનારા વર્ષમાં વેકસિનની શોધ કેટલી ઝડપે થાય છે અને તે કેટલીક ઝડપે વિતરીત કરવામાં આવે છે તેના પર રહેલો છે. જો કે વાઈરસને નિયંત્રણમાં લેવામાં કોઈપણ મુશકેલી રિકવરીની તબક્કાવાર પ્રક્રિયામાં ટૂંકા ગાળે રુકાવટ ઊભી કરશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here