દેશની સુરક્ષાથી મોટું કામ અમારા માટે કોઈ નથી : PM મોદીએ અટલ ટનલ દેશને સોંપી

0
58

। મનાલી   ।

પીએમ મોદીએ શનિવારે હિમાચલ પ્રદેશનાં રોહતાંગમાં દુનિયાની સૌથી લાંબામાં લાંબી હાઈવે ટનલ અટલ ટનલનું ઉદ્ઘાટન કરીને તે દેશને સર્મિપત કરી હતી. આ પ્રસંગે મોદીએ કહ્યું કે દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. દેશની સુરક્ષાથી મોટું કામ અમારા માટે કોઈ નથી. દેશની સરહદો પર માળખાગત વિકાસ કરવાથી દેશની આર્મી અને પ્રજાજનોને જ મોટો લાભ થશે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને હિમાચલ પ્રદેશનાં સીએમ જયરામ ઠાકુર હાજર રહ્યા હતા. દરિયાની સપાટીથી ૧૦,૦૦૦ ફુટ ઉંચે આવેલી આ ટનલ મનાલીથી લેહને જોડે છે ચીનની બોર્ડરથી તે નજીક હોવાથી આર્મીનાં વાહનો અને લશ્કરી શસ્ત્ર સરંજામ બોર્ડર સુધી પહોંચાડવા પણ તે ઉપયોગી પુરવાર થશે. મોદીએ હિમાચલમાં ગાળેલા તેમનાં જૂના દિવસો યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આજે ટનલ શરૂ થવાથી અટલજીનું સપનું પૂરું થયું છે. રાજ્યનાં કરોડો લોકોની ઈચ્છા સંતોષાઈ છે. આનાથી મનાલી અને કેલોન્ગ વચ્ચેનું અંતર ૩થી ૪ કલાક ઓછું થશે. જે લેહ અને લદાખની લાઈફ લાઈન પુરવાર થશે.

અમે ૬ વર્ષમાં ૨૬ વર્ષનું કામ પૂરું કર્યું : મોદી 

મોદીએ યુપીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વાજપેયી પછીની સરકારે આ પ્રોજેક્ટને અભેરાઈએ ચઢાવી દીધો હતો.  અમે ૨૦૧૪ પછી તેનું કામકાજ ઝડપી બનાવીને ૬ વર્ષમાં ૨૬ વર્ષનું કામ પૂરું કર્યું. દર વર્ષે ૩૦૦ મીટર ટનલ બનતી હતી તેની ઝડપ વધારીને દર વર્ષે ૧૪૦૦ મીટર કરી.

ખેડૂતોને લાભ અમારી પ્રાથમિકતાઃ મોદી

સોલાંગમાં જાહેર સભાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોને ફાયદો કરાવવાની છે જ્યારે અગાઉની સરકારો માટે તે એક ચૂંટણી મુદ્દો હતો. જે નાના ખેડૂતો પોતાની કૃષિ પેદાશોને પોતાના વિસ્તારથી દૂર આવેલી બજારોમાં વેચવા માંગતાં હોય તેઓ હવે અટલ ટનલની મદદથી તેમ કરી શકશે. આપણો દેશ વધારે સારા ભવિષ્ય માટે બદલાઇ રહ્યો છે. તેનું એક ઉદાહરણ ફાર્મ બિલને દાખલ કરવાનું છે. અમારા માટે દેશના ખેડૂતો પ્રાથમિકતા છે અને અગાઉની સરકારો માટે તે ચૂંટણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here