દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના 42 કરોડ ગ્રાહકો માટે જાહેર કર્યું મોટું એલર્ટ, જો ધ્યાન ન આપ્યું તો…

  0
  10

  દેશમાં બેકિંગ ફ્રોડ (Banking Fraud)ની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ઠગારુંઓ હવે નવી રીત અપનાવીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ રીતની છેતરપિંડીથી બચવા માટે દેશની સૌથી મોટી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક (SBI-State Bank of India) સતત લોકોને ચેતવણી આપી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે SBIએ મંગળવાર વધુ એક ટ્વિટ કરીને પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. SBIએ એવું પણ જણાવ્યું કે તે પોતાના ગ્રાહકોને આ રીતના કોઈ ઈ-મેલ નહીં મોકલવાની વાત જણાવી છે.

  SBIએ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ કરતા જણાવ્યું છે કે, અમારા ગ્રાહકોને ફેક ઈ-મેઈલ મોકલામાં આવી રહ્યા છે, તે ઈ-મેલ સાથે SBIને કોઈ સંબંધ નથી. એવામાં ઈ-મેઈલ ખોલવાથી બચવા માટે SBIએ ચેતવણી આપી છે. SBIએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, બેંક ગ્રાહકોને અનુરોધ કરે છે કે તેઓ સોશિયલ મીડિયા પર સતર્ક રહે અને કોઈ પણ ભ્રામક અને બોગસ સંદેશના ચક્કરમાં ન આવે.

  બેંકે 20 સેકેન્ડનો એક વીડિયો શેર કરીને ગ્રાહકોને પોતાની ગોપનીય જાણકારી ઓનલાઈન શેર કરવા માટે મનાઈ ફરમાવી છે. SBIએ વીડિયોની સાથે ટ્વીટ કર્યું છે કે, સતર્ક રહે, સુરક્ષિત રહે. સોશિયલ મીડિયા પર અમારી સાથે વાતચીત કરતા ખાતા સત્યાપનની તપાસ કરો અને ગોપનીય વિવરણ ઓનલાઈન શેર ન કરો.’

  બેકિંગ સર્વિસ માટે સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરો

  SBI ઓનલાઈન બેંકિંગની સર્વિસનો ઉપયોગ કરનાર ગ્રાહકો બેંકના સત્તાવાર પોર્ટલ મારફતે બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકે છે. SBIએ જણાવ્યું કે, સત્તાવાર પોર્ટલ મારફતે જ કોઈ પણ બેંકિંગ સેવાનો લાભ લો. જો તમે એવું નહીં કરો તો બેંકિંગ ફ્રોડનો શિકાર બની શકો છો.

  સાઈબર ક્રાઈમ પોર્ટલ પર કેવી રીતે નોંધાવશો ફરિયાદ?

  આ બીજા વિકલ્પ મારફતે ફરિયાદ નોંધાવવા માટે તમારે તમારા રાજ્યનું નામ, લોગિન આઈડી, મોબાઈલ નંબરર અને OTP આપવો પડશે. જો તમે નવા યૂઝર છો તો તમારે સૌથી પહેલા તમારે આ પોર્ટલ પર સૌથી પહેલા રજિસ્ટર કરવું પડશે. નવા યૂઝર તરીકે પણ રજિસ્ટર કરાવવા માટે તમારે તમારો મોબાઈલ નંબર આપવો પડશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. ઓટીપી ભર્યા પછી સબમિટ કર્યા પછી રજિસ્ટ્રેશનનું કામ પુરું થઈ જશે. ત્યારબાદ તમે પોતાની ફરિયાદ નોંધાવી શકશો. આ કામ માત્ર થોડીક જ મિનિટોમાં પુરું થઈ જશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here