દેશભરમાં 15મીથી ખુલી જશે થિયેટર્સ પરંતુ લોકો અને માલિકોએ રાખવી પડશે આ ખાસ સાવચેતી

  0
  175

  કોરોના મહામારી વચ્ચે મોદી સરકારે અનલોક-5ની જાહેરાત કરી છે. જેમાં થિયેટરો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. 15મી ઓક્ટોબર બાદ દેશભરના તમામ થિયેટરો ખુલી જશે. કોરોનાની વચ્ચે 7 મહિના પછી ખૂલી રહેલાં મલ્ટિપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) બહાર પાડી છે.

  15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે. સિનેમા હોલમાં અંદર પેકેજ્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી અનિવાર્ય રહેશે.

  ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી SOP પ્રમાણે થિયેટર માલિકોએ એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવાનું રહેશે. તેવી જ રીતે ફિલ્મના શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે.

  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરતાં કહ્યું હતું છે કે, મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં બોક્સ ઓફિસ પણ ખુલ્લી રહેશે. થિયેટરમાં પ્રવેશવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે. દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું પડશે. અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે. જે લોકો કોરોનાની ગાઈડલાઈન ન માને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

  સીનેમા હોલમાં 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા રાખી શકાશે નહીં. એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે. બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે. એવી સીટ પર ટેપ લગાવવી પડશે અથવા માર્કર લગાવવી પડશે. એક પછી એક વ્યક્તિ નહીં બેસી શકે. ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.

  તેવી જ રીતે ક્રોસ વેન્ટિલેશન અને ACને 24થી 30 ડિગ્રી પર રાખવાનું રહેશે. સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં ટિકિટ બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડશે. આરોગ્ય સેતુ એપના ઉપયોગ ફરજીયાત રહેશે. ગત 30મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here