ધડામ કરતા છાતી પર લાગ્યો બોલ, મેચ પૂરી થતા જ ખેલાડીને આ રીતે વિરાટે આપ્યુ પ્રોત્સાહન

0
95

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલની શાનદાર આતિશી ઇનિંગ્સના આધારે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા બેંગલોરને 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે બેંગલોરે પાંચ બોલમાં હસ્તગત કરી લીધો.

રાજસ્થાનની શરૂઆત ખાસ નહોતી. રાજસ્થાન 31 રન બનાવી સ્ટીવ સ્મિથ, જોસ બટલર અને સંજુ સેમસનની ત્રણ વિકેટ પડી હતી. આ પછી મહિપાલ લોમરોરે 47 રનની ઇનિંગ રમીને ટીમને સંભાળી અને ત્યારબાદ રાહુલ તેવતિયાએ કેટલાક શાનદાર શોટ્સ રમ્યા.

આ સમયગાળા દરમિયાન ઓલરાઉન્ડર રાહુલ તેવાતિયા ઈજાગ્રસ્ત થતો માંડ માંડ બચી ગયો હતો. નવદીપ સૈનીનો ઝડપી બોલ રાહુલ તેવતિયાની છાતી પર લાગ્યો જેના પછી તે જમીન પર પડ્યો અને કણસવા લાગ્યો. જો કે આ પછી તે ઉભો રહ્યો અને સતત બે છગ્ગા ફટકાર્યા.

મેચ બાદ તેજિયાને RCBના કેપ્ટન વિરાટ કોહલીની વિશેષ ભેટ પણ મળી હતી. ત્રણ મેચમાં ખરાબ રીતે ફ્લોપ થયા બાદ રાજસ્થાન સામે અણનમ રહીને 72 રનની ઇનિંગ રમ્યા બાદ તેવાતિયાને કોહલીએ ખુસ થઇને ઓટોગ્રાફ જર્સી ભેટ સ્વરૂપે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here