નવરાત્રિમાં અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

0
36

– ચાચર ચોકમાં આ વખતે ગરબા નહીં યોજાય

– સવારે ૮થી ૧૧ઃ૩૦, બપોરે ૧૨ઃ૩૦થી ૪ઃ૧૫, સાંજે ૭થી ૯ દર્શન થઇ શકશે

અમદાવાદ,સોમવાર

કોરોના મહામારીને પગલે ભાદરવી પૂનમના મેળા વખતે શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યા હતા. જોકે, ૧૭ ઓક્ટોબરથી શરૃ થઇ રહેલી શારદીય નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે. અલબત્ત, ૧૦ વર્ષથી ઓછી અને ૬૫ વર્ષથી વધુ વયનાને ઘરે બેઠા જ માતાજીનું પૂજન-અર્ચન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

શ્રી આારસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘આસો સુદ એકમને શનિવાર ૧૭ ઓક્ટોબરથી પવિત્ર શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. ૧૭ ઓક્ટોબરથી દર્શનનો સમય સવારે ૮થી ૧૧ઃ૩૦, બપોરે ૧૨ઃ૩૦થી ૪ઃ૧૫ અને સાંજે ૭થી રાત્રે ૯નો રહેશે. કોરોના મહામારીને પગલે ગુજરાત સરકારે આ વખતે જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજવા પર પ્રતિબંધ કર્યો છે. જે ધ્યાને લઇને અંબાજી મંદિર ચાચર ચોકમં કોઇ પણ પ્રકારનું આયોજન કરાશે નહીં.

સરકારની ગાઇડલાઇન પ્રમાણે પ્રત્યેક દર્શનાર્થીએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. માસ્ક પહેર્યા વિના અંબાજી મંદિરમાં પ્રવેશ નહીં અપાય. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્તિદ્વારથી ટોકન મેળવી, તાપમાન ચકાસણી કરાવી, સેનિટાઇઝ થઇને દરેક દર્શનાર્થીઓએ પ્રવેશ મેળવવાનો રહેશે. દરેકનું થર્મલ સ્કેનિંગ કરાશે. ‘ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here