નવરાત્રિ ટાણે મંદિરોમાં કોરોના અંગેે સ્ક્રીનીંગ અને રેન્ડમ ચેકીંગ થશે

0
88

અન લોક બાદ સુરતમાં લોકો રિલેક્સ થવા સાથે ધાર્મિક સ્થળો પર લોકોની અવર જવર પણ વધી રહી છે. નવરાત્રિમાં ભીડ થાય તેવી શક્યતાને પગલે મ્યુનિ.તંત્રએ  મંદિરોમા કોરોના અંગે સ્ક્રીનીંગ અને અને રેન્ડમ ચેકીંગનું આયોજન કર્યું છે.  ઉપરાંત જે વોર્ડમાં 10થી વધુ કેસ આવે છેતે ઝોનને હાઈ રિસ્ક ઝોન ગણીને ત્યાં વધુ તકેદારી રાખવામાં આવશે.

સુરત શહેરના મંદિરોમાં હાલ ભક્તોની ભીડ થાય છે પણ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી સંક્રમણ વધવાની ભીતિ છે. જેથી દરેક ઝોનને મંદિરો સાથે સંકલન કરવા સુચના અપાઇ છે. મંદિરોમાં પ્રવેશતાં ભક્તોના  સ્ક્રીનીગં કરવા સાથે જરૃર જણાય તો રેપીડ ટેસ્ટ કરવા માટે પણ આયોજન થયું છે. મંદિરના પૂજારી અને સભ્યોને પણ ભીડ ન થાય તે જોવા સૂચના અપાઇ છે.

બીજી તરફ જે વોર્ડમાં 10 કરતાં વધુ કેસ આવે તે વોર્ડને હાઇ રીસ્ક જાહેર કરી આક્રમક કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. હાલના મ્યુનિ.ના સર્વે મુજબ વરાછા-એ ઝોનના ધન વર્ષા, ભાગ્યોદય વોર્ડ, અને કાપોદ્રા વિસ્તાર સાથે વરાછા-બી ઝોનના સીમાડા, પુણા અને મોટા વરાછા સી વોર્ડ, રાંદેર ઝોનના કૃષ્ણકુંજ, પાલનપાર જકાતનાકા, પાલ અને જહાંગીરપુરા,  કતારગામ ઝોનના ડભોલી, મોટી વેડ, અખંડ આનંદ અને પારસ વિસ્તાર હાઈ રિસ્ક ઝોન જાહેર કરાયા છે. ઉપરાંત ઉધના ઝોનમાં વિજય નગર, જુના બમરોલી, ભેસ્તાન અને અઠવા ઝોનના અલથાણ, વેસુ, સીટી લાઈટ અને પીપલોદ ઉપરાંત લિંબાયત ઝોનમાં મગોબ, ગોડાદરા અને સેન્ટ્રલ ઝોનના નાનપુરા અને સલાબતપુરા વિસ્તારને પણ હાઇ રીસ્ક જાહેર કરાયા છે. અહી લોકોને વધુ તકેદારી રાખવા અપીલ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here