નવરાત્રિ-દિવાળી પહેલાં જ આ નિયમને કારણે ટીવી થઈ જશે મોંઘા, જાણો કેટલો થશે ભાવ વધારો?

0
104

ભારતમાં ફેસ્ટિવ સિઝન શરૂ થવાની છે અને આ દરમિયાન લોકો નવું ટીવી, ફ્રિજ જેવા અનેક ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી કરતાં હોય છે. પણ જો આ તહેવારોની સિઝનમાં તમે ટીવી ખરીદવાનું મન બનાવી રહ્યા છો તે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે. કેમ કે, આજથી એટલે કે 1 ઓક્ટોબરથી સરકારના અમુક નિયમો બદલવાના છે. જેની સીધી અસર ટીવીની કિંમતો પર પડશે અને તે પહેલાની સરખામણીમાં મોંઘા થઈ જશે.

આ કારણે મોંઘા થશે ટીવી

1 ઓક્ટોબરથી સરકાર ટીવીના ઓપન સેલ ઈમ્પોર્ટ પર 5 ટકા સુધીની કસ્ટમ ડ્યુટી લગાવવા જઈ રહી છે. કસ્ટમ ડ્યુટીમાં થનાર આ વધારાની અસર ટેલિવિઝન કંપનીઓની કોસ્ટિંગ પર દેખાશે અને તે બાદ કંપનીઓ પોતાની ટીવીની કિંમતો વધારી દેશે. જણાવી દઈએ કે, સરકારે આ નિર્ણય લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ભર્યું છે.

જાણો કેટલી વધશે ટીવીની કિંમત?

કસ્ટમ ડ્યુટીના રેટમાં 5 ટકાનો વધારો થયા બાદ 32 ઈંચના ટીવીની કિંમત 600 રૂપિયા સુધી વધી જશે. જ્યારે 42 ઈંચના ટીવીની કિંમતોમાં 1200 રૂપિયાથી 1500 રૂપિયાનો વધારો થઈ શકે છે. 5 ટકા કસ્ટમ ડ્યુટી વધારવાથી ટીવીની કુલ કિંતમાં લગભગ 4 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

ઈમ્પોર્ટ ડ્યુટીમાં મળશે છૂટ

સરકાર ટીવીના ઓપન સેલ પર કસ્ટમ ડ્યુટીમાં 5 ટકાનો વધારો કરી રહી છે, જેથી આત્મનિર્ભર ભારતને વેગ મળે. પણ કોરિયા સહિત અન્ય અનેક દેશોના ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવા માટે ઈમ્પોર્ટ ડ્યુટીમાં છૂટ આપી રહી છે. જે બાદ લોકપ્રિય કંપની સેમસંગ પોતાનો કારોબાર વિયેતનામથી ભારતમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે દેશમાં ચીની કંપનીઓનો દબદબો ઓછો થઈ જશે તેમ મનાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here