નવરાત્રિ2020 / મહામારીમાં માતાજીનું મંદિર આ રીતે સજાવો, ઘર અને મન થશે પવિત્ર

0
55

નવરાત્રિને વર્ષમાં એક વાર આવે છે પરંતુ આખા વર્ષના આશિષ આપી જાય છે. માતા દુર્ગાના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. માતાજીની આરતી અને સેવાપૂજાની તૈયારીઓ ખુબ જોશથી અને શ્રદ્ધાથી કરવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે નવરાત્રિમાં મંદિરને સજાવશો.

  • નવરાત્રિમાં કરો દેવીનું સ્વાગત
  • મંદિરની કરો અનોખી સજાવટ
  • કોરોનાકાળમાં દેવી આપશે આશિર્વાદ

દિવાથી કરો દેવીનુ સ્વાગત
નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીનુ સ્વાગત દિવાથી કરો, દિવાની ચમક અને પવિત્રતા મંદિરને રોશન કરી દેશે. દિવાથી ઘર અને મંદિરને સજાવવુ સૌથી આસાન ઉપાય છે. રંગોળી કે ફૂલોની સજાવટ પણ મંદિરને ચાર ચાંદ લગાવશે. 

ફૂલોની સજાવટ
ફૂલ વગર તો માતાજીની સ્થાપના જ અધૂરી છે. વાત જ્યારે માતાના સ્થાપન કે પૂજા ભક્તિની આવે છે ત્યારે સુગંધિત પુષ્પો અને તેની સુંદરતા મનને ઇશ્વર સાથે જોડવાનુ કામ કરે છે. ફૂલ વિનમ્રતા અને પવિત્રતાના પ્રતિક છે. તો ફૂલો વગર મંદિરની સજાવટ અધૂરી છે. 

ફાનસનો કરો પ્રયોગ
રોશનીની સજાવટ જોવામાં પણ ખુબ સુંદર લાગે છે. ઘરમાં મંદિરની આસપાસ નાના સજાવટના પાનસ લગાવો, આ સૌથી સુંદર રીત છે જે જોવામાં અને દર્શનમાં પણ સારી લાગે છે. 

રંગોળી
રંગોળી માત્ર સજાવટનુ સાધન નથી, તે સ્વાગની એક રીત છે. માટે નવરાત્રિમાં માતાજી પધારે છે તો તેમના સ્વાગત માટે રંગોળી બનાવવી જોઇએ. ઘરના મુખ્યદ્વાર પાસે રંગોળીથી સજાવટ કરો, રંગોળી તહેવારનો અહેસાસ કરાવે છે. 

થીમ બેઝ સજાવટ
ઘણી વાર તમને સામાન્ટ સજાવટ કરવી ન ગમતી હોય, તો કોઇ થીમને લઇને પણ સજાવટ કરી શકાય. જેથી ભક્તિ ઉપાસના સાથે માતાજીનુ આગમન અનોખી રીતે કરી શકાય. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here