નવેમ્બર 2019માં મણિપુરથી રવાના થયેલાં આમુર ફાલ્કઇન (બાજ) ક્યાંય ભૂલાં પડ્યા વિના મણિપુર પધાર્યાં
– એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
– અજાણ્યા પ્રદેશમાં દિશાશોધન માટે નકશા અથવા ગ્લોહબલ પોઝિશનિંગ સિસ્ટ.મ/ GSP વિના આપણને ન ચાલે. તો પછી હજારો કિ.મી. પ્રવાસ ખેડી નાખતાં આમુર ફાલ્ક્ન શેના આધારે સચોટ દિશાશોધન કરે છે?
ચીન અને રશિયાની સરહદે આમુર નામની ૨,૮૨૪ કિલોમીટર લાંબી નદી વહે છે. સૌથી લાંબો પ્રવાહ ધરાવતી જગતની ટોપ-ટેન નદીઓનું લિસ્ટી બનાવો તો તેમાં આમુરનો સમાવેશ દસમા ક્રમે થાય. લંબાઈ જો આમુરની એક વિશેષતા છે, તો બીજી ખૂબી તેનો લાંબો-પહોળો નિતાર પ્રદેશ છે. આશરે ૧૮,પપ,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તા રને આમુરના પ્રવાહે અત્યં ત ફળદ્રુપ બનાવ્યો છે. ગાઢ વનરાજીથી આચ્છાનદિત તે પ્રદેશમાં વનસ્પવતિનું અને પ્રાણી-પંખીઓનું પુષ્કુળ વૈવિધ્યર જોવા મળે છે. અહીં થતા વાઘ અને દીપડા જેવા કેટલાક સજીવો તો એક્સક્લુઝિવ છે—અર્થાત્ આમુર વિસ્તા્ર સિવાય બીજે કશે જોવા મળતા નથી. પરિણામે તેમના નામ આગળ ‘આમુર’ વિશેષણ લગાવવું પડે છે. આ પૂર્વગ જે તે સજીવનું આધાર કાર્ડ છે, જેમાં ‘તમે કિયા તે ગામના?’ સવાલનો જવાબ સમાયેલો છે.
આમુરનાં જંગલોમાં થતાં અનેકવિધ પંખીડાં પૈકી એક falcon/ ફાલ્ક ન/ બાજ વર્ગનું છે કે જેણે ઓક્ટોબર ૨૮, ૨૦૨૦ના રોજ ઉડ્ડયનનો નવો કીર્તિમાન સ્થાવપ્યોવ. એક વર્ષના સમયગાળામાં આમુર બાજે પૂરા ૩૩,૦૦૦ કિલોમીટરની હવાઈ યાત્રા કરી એટલું જ નહિ, પણ યાત્રાનો આરંભ આપણા મણિપુર રાજ્યમાં જ્યાંથી કરેલો એ જ સ્થલળે તે પાછું ફર્યું. મણિપુર તેનું માદરે વતન નથી. બલકે, આમુર પ્રાંતથી લઈને દક્ષિણ આફ્રિકાની લાંબી સફરમાં આવતાં ‘પગથોભ’નાં સ્થાળોમાંનું એક મથક છે, જ્યાં તે બે મહિનાનું રોકાણ કર્યા પછી પોતાનો હવાઈપ્રવાસ આગળ ચલાવે છે. નવેમ્બથર, ૨૦૧૯માં આમુર બાજનું ટોળું મણિપુર પધાર્યું ત્યા રે જંગલ ખાતાએ તેમાંનાં પાંચ બાજની પીઠે રેડિઓ કોલર પહેરાવી તેમને છોડી મૂક્યાં હતાં. વિદાય પૂર્વે જંગલ ખાતાના ફઇબાઓએ તે પાંચેયનું ‘ચિયૂલોન’, ‘ઇરાંગ’, ‘ફેલોંગ’, ‘પુચિંગ’ અને ‘બરાક’ એમ નામકરણ થયું હતું, જેથી કયા પક્ષીએ કેટલી મજલ કાપી તેનો સચોટ રેકોર્ડ રાખી શકાય.
■■■
રેડિઓ કોલરમાં GPS ટ્રાન્સ્મીટર-કમ-િરસીવર હોય છે, જેને ટચૂકડી બેટરી થકી અવિરત વિદ્યુત સપ્લારય મળતો રહે છે. બેટરીનું વળી સૌરપ્રકાશથી સતત ચાર્જિંગ થતું હોવાથી તે ડિસ્ચાતર્જ થવાનો ભય નહિ. મોટરપ્રવાસ વખતે GPS ચાલુ રાખો તો વાહનની ઝડપ, ખેડેલું અંતર, નાની રિસેસ માટે લીધેલો વિરામ, તેનું ચોક્કસ સ્થ ળ, સમય, વિરામની અવધિ વગેરે જેવી તમામ બાબતોનો ડેટા નોંધાતો રહે તેમ પક્ષીના પ્રવાસને લગતી રજેરજની વિગતો તેની પીઠે લગાડેલો રેડિઓ કોલર નોંધતું રહે છે. આ ડેટાના આધારે ત્યાગર બાદ નિષ્ણાીતો પક્ષીએ કેટલા દિવસમાં ચોક્કસ કેટલા કિલોમીટરનો પ્રવાસ કર્યો તે જાણી શકે છે.
‘ચિયૂલોન’, ‘ઇરાંગ’, ‘ફેલોંગ’, ‘પુચિંગ’ અને ‘બરાક’ નામનાં પાંચ આમુર બાજ તેમના વિશાળ કબીલા સાથે નવેમ્બ્ર, ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકા ભણી રવાના થયાં. લાંબા અંતરાલ પછી તેમનું ફરી વખત મણિપુરમાં આગમન થવાનું હતું. સીઝન ઓક્ટોબર-નવેમ્બદરની હોવાનું જોતાં એકાદ વર્ષ લાંબો ઇન્તેમજાર કરવો પડે તેમ હતો. આખરે ઓક્ટોબર ૨૭-૨૮ના રોજ ‘ચિયૂલોન’ તથા ‘ઇરાંગ’ નામનાં બે પાંખાળાં મહેમાનો મણિપુર પધાર્યાં. જંગલ ખાતાના અધિકારીઓની શબરી પ્રતીક્ષા પૂરી થઈ. બન્નેખ પાંખાળાં ફલાઇંગ મશીન્સો પર લગાવેલાં રેડિઓ કોલરના આધારે જાણવા મળ્યું તેમ એકાદ વર્ષના સમયગાળામાં ‘ચિયૂલોન’ને કુલ ૩૩,૦૦૦ કિલોમીટરની તથા ‘ઇરાંગે’ ૨૯,૦૦૦ કિલોમીટરની હવાઈયાત્રા ખેડી નાખી હતી. મણિપુરથી વિદાય લીધા પછી બંગાળનો ઉપસાગર વટાવીને તેઓ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, લક્ષદ્વીપ, ઇથિયોપિયા, સોમાલિયા, ટાન્ઝારનિયા, ઝામ્બિઈયા થતાં છેવટે દક્ષિણ આફ્રિકા પહોંચ્યાં હતાં. અહીં શિયાળો પસાર કરીને વાયા મોઝામ્બિટક, સોમાલિયા, ઓમાન, દક્ષિણ ગુજરાત, મધ્યહ પ્રદેશ, મ્યાળનમાર, વિએતનામ થતાં તેમનાં મૂળ વતન આમુર આવ્યાં. અહીં કઠોર શિયાળો બેસે, હિમવર્ષા શરૂ થાય અને ખોરાકનાં ફાંફાં પડે તે પહેલાં વળી તેમણે ઉડાન ભરી અને ઓક્ટોબર, ૨૦૨૦ની આખરમાં મણિપુર આવ્યાં. ટેક-ઓફ અને લેન્ડિંનગ વચ્ચેરનાં સ્થબળોમાં નજીવો તફાવત હતો એ મજાની વાત હતી. અજાણ્યા પ્રદેશમાં દિશાશોધન માટે નકશા અથવા GSP વિના આપણને ન ચાલે. તો પછી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખનાર આમુર ફાલ્કGને શેના આધારે સચોટ દિશાશોધન કર્યું હશે?
■■■
આના એક કરતાં વધુ જવાબો આપી શકાય તેમ છે. અમુક ઋતુપ્રવાસી પંખીડાં પૃથ્વીનના ચુંબકીય ધ્રુવને આધારે પ્રવાસ ખેડે છે. હોકાયંત્રની સોય જેમ ઉત્તર દિશા તરફ મંડાયેલી રહે તેમ એ પક્ષીના મસ્તિરષ્કખમાં રહેલા લોહકણો પૃથ્વીજનું ચુંબકીય ક્ષેત્ર પામી શકે છે. યુરોપિયન સ્ટાએર્લિંગ (તલિયા મેના) જેવાં કેટલાંક પક્ષીઓ આકાશમાં સૂર્યને દીવાદાંડી ગણીને પોતાનો પ્રવાસમાર્ગ નક્કી કરે છે, જ્યારે અંગ્રેજીમાં જેને બન્ટિંપગ કહે છે તે ગંદમ નામનું પક્ષી રાત્રિઆકાશમાં ઝગમગતા તારાને ‘વાંચી’ દિશામાર્ગ તય કરે છે. કબૂતર જેવાં અમુક પક્ષીઓને તો કુદરતે બહુ તેજ ઘ્રાણેન્દ્રિયો આપી છે. આવાં પંખી તેમનાં ડાબા નસકોરા વાટે એક પ્રકારની ગંધ, તો જમણા વાટે બીજી જાતની ગંધ સહેલાઈથી પારખી શકે છે એટલું જ નહિ, પણ ગંધના આધારે ઉડ્ડયનનો માર્ગ નક્કી જાણે છે. જમીન, પર્વતો, વૃક્ષો, જંગલો, હરિયાળાં મેદાનો, સમુદ્ર વગેરેની આગવી ગંધ હોય છે. મનુષ્યધનું નાક કદાચ તેમને પારખી ન શકે, પણ પંખીડાંની વાત જુદી છે. ભૌગોલિક ફીચર્સ ઉપરથી પસાર થતી વખતે ગંધના આધારે નકશો બનાવતા રહેવું અને તે નકશાના આધારે પ્રવાસ ખેડવો તેમને માટે સહજ બાબત છે.
દિશાશોધનનો પ્રકાર ગમે તે હોય, પણ ઓગણીસ-વીસનોય તફાવત ન રહે એ રીતે નિર્ધારિત મુકામે પાછા આવવું એ નાનીસૂની વાત તો નથી. વળી પ્રવાસ જેટલો લાંબો, ભૂલા પડવાની શક્યતા એટલી વધારે! મણિપુરથી રવાના થયેલાં ‘ચિયૂલોન’ તથા ‘ઇરાંગ’ નામનાં બે આમુર બાજે તો વળી અનુક્રમે ૩૩,૦૦૦ અને ૨૯,૦૦૦ કિલોમીટરની એર-ટ્રાવેલ કરી હતી—છતાં તેમનું કુદરતી GPS બેયને ગુમરાહ કર્યા વિના યોગ્યન ઠેકાણે લઈ આવ્યું. બાકીના ત્રણ બાજ નામે ‘ફેલોંગ’, ‘પુચિંગ’ અને ‘બરાક’ પરત ન આવી શક્યા, કેમ કે કદાચ અધરસ્તેં માર્યા ગયા હતા.
■■■
ઋતુપ્રવાસી આમુર બાજ raptor/ રેપ્ટર/ શિકારી વર્ગનું પક્ષી હોવા છતાં દેખાવે કબૂતરછાપ લાગે. કારણ તેનું ત્રીસેક સેન્ટિેમીટરનું સાધારણ કદ અને પોણા બસ્સોો ગ્રામનું સામાન્યલ વજન છે. આ પક્ષી મુખ્યરત્વેે જીવાતો અને કીટકો પર નભે છે. કોઈ નૈસર્ગિક શિકારી સજીવનો તેને ભય નથી—સિવાય કે મનુષ્ય્ નામના પ્રાણીનો! દર શિયાળે આમુર બાજનાં ટોળેટોળાં આપણાં પૂર્વોત્તર રાજ્યોમાં ઊમટી આવે ત્યા રે સ્થાીનિકો તેમનો ખોરાક અર્થે શિકાર કરે છે. શિકાર પ્રવૃત્તિ આજે તો ખાસ્સીજ કાબૂમાં આવી ચૂકી છે, પણ દસેક વર્ષ પહેલાં તો આમુર બાજનો દૈનિક ૧૨,૦૦૦થી ૧૪,૦૦૦ લેખે ભોગ લેવાતો હતો. નાગાલેન્ડિ તે માટે સૌથી વધુ કુખ્યાતત હતું કે જ્યાં દરેક આમુર બાજના ૨૦થી ૩૦ રૂપિયા સહેજે ઊપજતા હોવાથી આદિવાસીઓની એ પક્ષી પર પસ્તાઆળ પડતી.
વન્યા જીવોનો ગેરકાયદે શિકાર કરવો ભારતના વાઇલ્ડજ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અનુસાર સજાપાત્ર ગુનો બનતો હોવા છતાં આમુર બાજના અંધાધૂંધ શિકાર સામે વર્ષો સુધી કાયદાકીય પગલાં ન લેવાયાં. કુંભકર્ણછાપ નીંદર ઉડાડવા માટે એકાદ મોટો ધડાકો થવો જોઈએ. ૨૦૧૨ની સાલમાં એવી એક ઘટના બની કે જેણે તંત્રને નીંદરમાંથી જગાડ્યું. આદિવાસીઓ દ્વારા તે વર્ષે લગભગ ૧,પ૦,૦૦૦ બાજનો ખાતમો બોલ્યો. એક સજાગ પત્રકારે ત્યા રે આટલા વ્યાાપક હત્યાએકાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. કેટલીક સ્વાયંસેવી સંસ્થાેઓ સાથે મળીને ‘બાજ બચાઓ’ પ્રકારનું અભિયાન ઉપાડ્યું અને વખત જતાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તથા બર્ડલાઇફ ઇન્ટારનેશનલ જેવી મોટા માથાની સંસ્થાઅઓ પણ અભિયાનમાં જોડાઈ. આનું પરિણામ એ આવ્યું કે નાગાલેન્ડ -મણિપુરમાં આમુર બાજના શિકાર પર કાયદાકીય રોક લાગી.
વાત આટલેથી અટકી નહિ. સ્વંયંસેવી સંસ્થાાઓ એક ડગલું આગળ વધી અને નાગાલેન્ડા-મણિપુરનાં જે ક્ષેત્રોમાં આમુર બાજનો પડાવ રહેતો ત્યાં ‘Friends of the Amur Falcon’ શીર્ષક હેઠળ પક્ષીદર્શનનાં કાર્યક્રમો યોજવાં શરૂ કર્યાં. દેશ-વિદેશથી અનેક પર્યટકો તેમજ પક્ષીશાસ્ત્રી ઓ ઓક્ટોબર-નવેમ્બરરમાં નાગાલેન્ડા-મણિપુરની મુલાકાત લેતા થયા. સ્થાઓનિકોને પર્યટનમાંથી આવક મળવા લાગી. અાને કહેવાય સકારાત્મગક બદલાવ!
આ લખાય છે ત્યા રે લાખો આમુર બાજ નાગાલેન્ડગ-મણિપુરમાં એકઠા થયા છે. હજી એકાદ મહિનો તેઓ રોકાશે અને પછી એક દિવસ ઓચિંતો જ ‘ચલ ઊડ જા રે પંછી’નો મૂક સાદ પડતાં એકીસાથે ગગનવિહારી બની દક્ષિણ આફ્રિકાની દિશા પકડશે. કોણ તેમને સાદ દે છે? શા માટે ચોક્કસ સમયે જ સાદ પડે છે? લાંબા પ્રવાસ દરમ્યાાન એકેય પક્ષી ભૂલું કેમ પડી જતું નથી? માંડ પોણા બસ્સોા ગ્રામની નાનીશી કાયા હોવા છતાં સમુદ્ર પરનું ત્રણ હજાર કિલોમીટરનું અંતર દિવસરાત ઊડતા રહી ખેડવાનું જોર તેમનામાં ક્યાંથી આવે છે? દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી ‘બસ, હવે નિયત મુકામે પહોંચી ગયા… ખમૈયા કરો ને અહીં જ રોકાણ કરો…’ એવું તેમને કોણ સમજાવે છે? અને ‘ચાલો, પાંખો પ્રસારો… હવે માદરે વતન જવાનો સમય થઈ ગયો…’ એવો પણ ઝબકારો તેમના ચણોઠીભર મગજમાં કોણ કરાવે છે?
આમાંના એકેય સવાલનો છાતી ઠોકીને જવાબ આપી શકાય તેમ નથી. કુદરતનાં અમુક રહસ્યોન જીવસૃષ્ટિેના ટોપ ફ્લોર પર બિરાજેલા બુદ્ધિશાળી મનુષ્યોની સમજ બહારનાં છે—અને રહેશે. ■