નિકાસ મોરચે ભારતની ચીન પર જીત

0
35

– આત્મનિર્ભર ઝૂંબેશ તથા વેપાર પ્રતિબંધોને પરિણામે આયાતમાં નોંધપાત્ર ઘટાડો

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ભારતની ચીન ખાતેની નિકાસમાં દ્વીઅંકી વૃદ્ધિ સાથોસાથ આયાતમાં ઘટાડાને પરિણામે ચીન સાથેની વેપાર ખાધમાં  ગયા  નાણાં વર્ષના પ્રથમ પાંચ મહિનાની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. 

આત્મનિર્ભર ભારત ઝૂંબેશ ઉપરાંત ચીન ખાતેથી આયાત પર મર્યાદાઓને કારણે ભારતની ચીન સાથેની વેપાર ખાધ વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં ઘટીને ૧૨.૬૦ અબજ ડોલર રહી છે જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૨૨.૬૦ અબજ ડોલર રહી હતી.

ઓગસ્ટમાં સતત ચોથા મહિને ભારતની ચીન ખાતેની નિકાસમાં દ્વીઅંકી વધારો જોવા મળ્યો છે. ભારત ખાતેથી આયર્ન અને સ્ટીલની નિકાસમાં આઠ ગણો વધારો થયો છે. ચીન ખાતે નિકાસમાં ૨૭ ટકા વધારો થયો છે જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૯.૫૦ ટકા રહી હતી. 

એપ્રિલથી ઓગસ્ટમાં આયાત ૨૭ ટકા ઘટી ૨૧.૫૦ અબજ ડોલર રહી હતી. ઓગસ્ટમાં આયાતમાં ૨૧ ટકા ઘટાડો નોંધાયો છે, એમ  વાણિજ્ય મંત્રાલય ખાતેથી પ્રાપ્ત આંકડામાં જણાવાયું છે. 

ભારત ખાતેથી ચીનમાં થતી નિકાસમાં મુખ્યત્વે આયર્ન એન્ડ સ્ટીલ, આયર્ન ઓર, મરિન પ્રોડકટસ વગેરેનો સમાવેશ થાય છે. ચીન ખાતેથી ભારતની આયાતમાં ટેલિકોમ સાધનો, ઓર્ગેનિક કેમિકલ્સ તથા  ડેરી માટે  ઔદ્યોગિક સાધનોનો સમાવેશ થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here