નિતિશકુમારની સરકાર લાંબી નથી ચાલવાની, આરજેડીએ માર્યો ટોણો

    0
    10

    બિહારમાં ફરી એક વખત એનડીએના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે ત્યારે મુખ્ય વિરોધ પક્ષ આરજેડીએ સરકાર બનવા પર વ્યંગ કર્યો છે.

    આરજેડીના નેતા મનોજ ઝાએ નિતિશ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, તેમને બહુ જ પાંખી બહુમતી મળી છે અને નિતિશ કુમારની સરકાર લાંબો સમય નહીં ચાલે અને તેઓ વધારે સમય માટે મુખ્યમંત્રી નહીં રહી શકે.

    મનોજ ઝાએ નિતિશ અને એનડીએ પર નિશાન સાધીને જનતા  સાથે દગો કરવાનો આરોપ મુકતા કહ્યુ હતુ કે, નિતિશ કુમારે 2017માં અમારાથી છુટા પડીને અને એનડીએ સાથે જોડાણ કરીને જનતા સાથે દગો કર્યો છે.જોકે બિહારની જનતા હવે જાગી ગઈ છે.એનડીએ સ્વીકારી લે કે લોકોનુ મતદાન બદલાવ માટે હતુ નહીંતર નિતિશ કુમારની પાર્ટીને માત્ર 40 બેઠકો ના મળી હોત.

    મનોજ ઝાએ કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં અમારા કાર્યકરો રસ્તા પર ઉતરીને નિતિશ કુમાર પાસે જવાબ માંગશે.કારણકે ચૂંટણીમાં ગોટાળા થયા છે અને આ માટે અમારી પાર્ટી ચૂંટણી પંચ સમક્ષ પણ રજૂઆત કરી ચુકી છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here