નિર્ણય / સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે આજથી તમને ગાડી ચલાવવું પડશે સસ્તુ

0
95

સરકારે 1 ઓક્ટોબરથી એટલે કે આજથી શરૂ થનારા 6 મહિના સુધી પ્રાકૃતિક ગેસના ભાવ 25 ટકા સુધી ઘટાડી 1.79 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યૂનિટ નક્કી કર્યા છે. સરકારી આદેશમાં કહેવાયું છે કે આ ભાવમાં ઘટાડો કરવાની સાથે જ મુશ્કેલ સમુદ્રી ક્ષેત્રોમાંથી નીકળતા ગેસના ભાવ પણ 5.61 ડોલરથી ઘટાડીને 4.06 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કરી દીધા છે. CNG અને PNGના ભાવમાં આજથી ઘટાડો થયો છે. આજથી CNG 7 થી 8 ટકા સસ્તો થશે અને સાથે જ PNGના ભાવમાં પણ 4 રૂપિયા જેટલો ઘટાડો થશે. ગુજરાતના આશરે 22 લાખ ગ્રાહકોને તેનો ફાયદો થશે. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે 24 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે.

  • સરકારે લીધો મોટો નિર્ણય
  • પ્રાકૃતિક ગેસના ભાવમાં કર્યા ફેરફાર
  • ગાડી ચલાવવાનું થશે સસ્તુ
     

CNG અને PNGના ભાવમાં આજથી ઘટાડો થયો છે. આજથી CNG 7 થી 8 ટકા સસ્તો થશે અને સાથે જ PNGના ભાવમાં પણ 4 રૂપિયા જેટલો ઘટાડો થશે. ગુજરાતના આશરે 22 લાખ ગ્રાહકોને તેનો ફાયદો થશે. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે 24 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે.

દર 6 મહિને કિંમતો થશે નક્કી

પ્રાકૃતિક ગેસની કિંમત દર 6 મહિને નક્કી થાય છે. દર વર્ષે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે નવી કિંમતો લાગૂ કરવામાં આવે છે. આ ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા સરપ્લસ દેશના આધારે નક્કી કરાય છે. 1 ઓક્ટોબરથી એટલે કે આજથી લાગૂ થનારા ભાવ  ONGC અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડના 1 મે 2020ના પહેલાં પેમેન્ટ જેટલું હશે. મે 2020ના પહેલાં જ ફોર્મ્યુલા આઘારિત પ્રાઈસિંગ સિસ્ટમને લાવવામાં આવી હતી. 

આ થશે ફાયદો

પ્રાકૃતિક ગેસમાં ઘટાડાનો અર્થ છે કે દેશની સૌથી મોટી ઓઈલ એન્ડ ગેસ ઉત્પાદક કંપની  ONGCનું નુકસાન વધશે. જો કે આ સાથે એખ લાભ થશે કે ઈલેક્ટ્રિસિટીના ઉત્પાદનનો ખર્ચ ઘટશે. સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થશે. 


ચાલુ નાણાંકીય વર્ષમાં વધી શકે છે  ONGCના ગેસ સેગમેન્ટનું નુકસાન

 ONGCના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વર્ષ 2017-18માં કંપનીના ગેસ બિઝનેસથી 4272 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હતું. જે શક્ય છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં વધીને 6000 કરોડ સુધી પહોંચે. સરકારે નવેમ્બર 2014માં નવી ગેસ કિંમતની ફોર્મ્યુલા લાગૂ કરી જે ગેસ સરપ્લસ દેશ અમેરિકા, કેનેડા અને રશિયાના પ્રાઈસ પર આધારિત હતી. થોડા સમય બાદથી  ONGCને ડોમેસ્ટિક ફિલ્ડ્સ રોજ 65 મિલિયન સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટર્સ ગેસનું નુકસાન ઉઠાવવું પડે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here