નિવાનનો રસ ગેમિંગમાં છે
47 વર્ષીય સોનુએ ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘સાચું કહું તો હું તેને સિંગર બનાવવા માગતો નથી. હવે તે ભારતમાં રહેવાનો નથી. તે દુબઈમાં રહેવાનો છે. હું તેને પહેલેથી જ ભારત બહાર લઈ ગયો છું. તે મૂળ તો સિંગર જ છે પરંતુ તેને જીવનમાં અન્ય બાબતોમાં પણ રસ છે. હવે તે UAEના ટોપ મોસ્ટ ગેમર્સમાંથી એક છે.
સોનુએ આગળ કહ્યું હતું કે તેનામાં અનેક ક્વોલિટી છે. તે દીકરાને કહેવા નથી માગતો કે તેણે શું કરવું જોઈએ. બસ તે જોશે કે દીકરો આગળ શું કરવા માગે છે.
‘આઈ ફોર ઈન્ડિયા’માં નિવાને ગીત ગાયું હતું
નિવાન ઘણીવાર સોનુ નિગમ સાથે સ્ટેજ પર જોવા મળ્યો છે. આ સાથે જ તે રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં પણ પિતા સાથે જતો હતો. હાલમાં જ લૉકડાઉનમાં નિવાન તથા સોનુ નિગમે ઓનલાઈન કોન્સર્ટમાં પણ સિંગિંગ કર્યું હતું. સોનુ નિગમ હાલમાં પોતાના નવા ગીત ‘ઈશ્વર કા વો સચ્ચા બંદા’ની રિલીઝમાં વ્યસ્ત છે.