રાજદ માંઝીને ફીલર્સ મોકલી ચૂક્યો છે
બિહારની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યા બાદ અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારને સરકાર રચવાની સંમતિ આપ્યા બાદ હવે રાજકીય પ્રવૃત્તિ વેગવાન બની હતી.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દલિત નેતા જીતન રામ માંઝી પોતાના વિજેતા ધારાસભ્યો સાથે વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારને મળ્યા હતા. આ બેઠકમાં નવી સરકાર રચવાના મુદ્દે ચર્ચા થઇ હોવાનું મનાય છે. આમ તો નીતિશ કુમારને કે એનડીએને હવે કોઇની મદદની જરૂર નથી કારણ કે પૂરતી બહુમતી મળી ચૂકી હતી.
મદદની જરૂર મહાગઠબંધનને વધુ છે. એમની પાસે 110 બેઠકો છે અને બિહાર વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જોઇએ. રાજદે હજુ આશા છોડી નથી. એણે અન્ય પક્ષોને ફીલર્સ મોકલ્યા હતા. એવા પક્ષમાં જીતન રામ માંઝીનો પણ સમાવેશ થાય છે.
એક સમયે જીતન રામ માંઝી પણ નીતિશ કુમારની જેમ લાલુ યાદવના સાથીદાર હતા. પરંતુ લાલુ પરિવારનો અનુભવ સારો નહીં થવાથી આ વખતે જીતન રામ માંઝીએ નીતિશ કુમારને પહેલા મળવાનું નક્કી કર્યું હતું.
નીતિશ કુમાર દિવાળી પછી મુખ્ય પ્રધાનપદના સોગન લેશે. દરમિયાન, આજે રાબડી દેવીના બંગલે મહાગઠબંધનના નેતાઓની એક બેઠક અત્યારે ચાલી રહી હતી. તેજસ્વી યાદવ કોઇ પણ પ્રકારે મુખ્ય પ્રધાન બનવા કટિબદ્ધ છે. જરૂર પડ્યે એ અન્ય પક્ષોને જોઇતા પ્રધાનપદાંની ઑફ પણ કરશે.