નેક્સ્ટ જનરેશન થારથી લઈને MGની ફ્લેગશિપ SUV ગ્લોસ્ટર સુધી, આ વર્ષે લોન્ચ થયેલી આ 20 કાર ચર્ચામાં રહી

0
23
 • MGએ ફ્લેગશિપ ગ્લોસ્ટરની સાથે પ્રીમિયમ 7-સીટર SUV સેગમેન્ટમાં એન્ટ્રી કરી
 • નિસાને સૌથી સસ્તી SUV મેગ્નાઈટ લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 4.99 લાખ રૂ.

2020 નિશ્ચિત રૂપે મોટા લોન્ચનું એક વર્ષ રહ્યું છે, જાન્યુઆરીની શરૂઆત ઘણી નવી કારના લોન્ચિંગની સાથે થઈ, ત્યારબાદ 2020 ઓટો એક્સપોમાં નિર્માતાઓએ પોતાની નવી પ્રોડક્ટને લોન્ચ કરવાની સાથે ભવિષ્યના ઉત્પાદનોની યોજનાઓ વિશે દુનિયાને જણાવ્યું. જ્યારે આગામી કેટલાક મહિના માટે કોઈ યોજના નહોતી, નિર્માતાઓને પોતાના ઉત્પાદનો પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમાંથી મોટાભાગે યોજનાબદ્ધ લોન્ચની સાથે આગળ વધ્યા.

ભારતીય કાર માર્કેટના દૃષ્યમાં આ વર્ષે ઘણા ફેરફાર જોવા મળ્યા છે અને કેટલાક સમય પહેલા જે સેગમેન્ટ દુર્લભ હતા, તે હવે વિવિધ નિર્માતાઓના પ્રતિસ્પર્ધીઓને ભારે પડી રહ્યા છે. અમે એક સાથે ટોપ 20 કાર લોન્ચનું લિસ્ટ તૈયાર કર્યું છે જે અત્યાર સુધી 2020માં લોન્ચ થઈ છે. આ કાર વિશે વધુ માહિતી માટે વાંચો-

1. મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા ફેસલિફ્ટ (Maruti Suzuki Vitara Brezza Facelift)

 • BS4 વિટારા બ્રેઝા એક ડીઝલ ઓનલી મોડેલમાં ઉપલબ્ધ હતી, પરંતુ તે પછી મારુતિ સુઝુકીએ ડીઝલ એન્જિનની સાથે અંતર રાખવાની યોજના બનાવી અને ત્યારબાદ કંપની ઓટો એક્સપોમાં બ્રેઝાના નવા 1.5 લિટર na પેટ્રોલ એન્જિનની સાથે રજૂ કરી, જેમાં 105Ps અને 138Nm પાવર આઉટપુટ મળે છે.
 • આ ફેરફાર દરમિયાન કંપનીએ કારને નવું રૂપ આપ્યું અને કેટલાક નવા ફીચર્સ પણ ઉમેર્યા. વિટારા બ્રેઝા 5-સ્પીડ MT, સાથે ઓપ્શનલ 4-સ્પીડ એટી ગિયરબોક્સની સાથે આવે છે. કારની કિંમત વર્તમાનમાં 7.32-11.40 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે.

2. હ્યુન્ડાઈ વર્ના ફેસલિફ્ટ (Hyundai Verna Facelift)

 • આ વર્ષની શરૂઆતમાં હ્યુન્ડાઈ વર્નાને નવું રૂપ આપવામાં આવ્યું હતું, પરંતુ વિઝ્યુઅલમાં ફેરફાર એટલા મહત્ત્વપૂર્ણ નહોતા જેટલા હૂડ હેઠળ કરવામાં આવેલા ફેરફાર હતા.સેડાનમાં હવે 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે 115Ps પાવર અને 144Nmનો ટોર્ક જનરેટ કરે છે.
 • એક 1.0 લિટર ટર્બો પેટ્રોલ યુનિટ છે, જે 120 Ps અને 172Nm ટોર્ક જનરેટ કરે છે, તેમજ 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 115Ps અને 250Nm પાવર આઉટપુટ જનરેટ કરે છે. હ્યુન્ડાઈ વર્નાની કિંમત 9.02 લાખ રૂપિયાથી લઈને 15.17 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે.

3. 2020 હ્યુન્ડાઈ ક્રેટા (2020 Hyundai Creta)

 • ગત વર્ષે કિઆ સેલ્ટોસે લોન્ચની સાથે હ્યુન્ડાઈ પાસેથી મિડ-સાઈઝ SUVનો તાજ છીનવી લીધો, પરંતુ હ્યુન્ડાઈએ ફરીથી લડવાનો નિર્ણય કર્યો અને ક્રેટા માટે એક નવું જનરેશન મોડેલ રજૂ કર્યું, જેની કિંમત વર્તમાનમાં 9.81 લાખ રૂપિયા અને 17.31 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે.
 • SUVને વર્તમાનમાં ત્રણ પાવરટ્રેનની સાથે રજૂ કરવામાં આવે છે, જેમાં એક 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 115Ps અને 144Nm પાવર આઉટપુટ જનરેટ કરે છે, એક 1.5 લિટર ડીઝલ છે, જે 115Ps અને 250Nm પાવર જનરેટ કરે છે અને સાથે 1.4 લિટરનું ટર્બો ચાર્જર પેટ્રોલ એન્જિન છે, જે 140ps/242nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે.

4. કિઆ સોનેટ (Kia Sonet)

 • જેવી રીતે 2020 હ્યુન્ડાઈ ક્રેટાએ કિઆ સેલ્ટોસના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો, તેવી જ રીતે કિઆએ સોનેટની સાથે સબ-4 M SUVમાં પ્રવેશ કરવા માટે વેન્યુના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો, જેની એક્સ-શોરૂમ કિંમત 6.90 લાખ રૂપિયા છે, જે સેગમેન્ટની સૌથી સસ્તી કારમાંથી એક છે. જો કે, કારના ટોપ-એન્ડ જીટી લાઈન વેરિઅન્ટને ઘણા એડવાન્સ ફીચર્સની સાથે ઉતારવામાં આવ્યું છે.
 • તેમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન (83Ps/115Nm) મળે છે; એક 1.0 લિટર ટર્બો પેટ્રોલ યુનિટ (120 Ps/172Nm);સાથે 1.5 લિટર એન્જિન જે મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે 100Ps અને 240Nm બને છે, અને 6-સ્પીડ એન્ટિ ટ્રાન્સમિશનની સાથે 115Ps અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. અન્ય ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ (1.2L પેટ્રોલ), 6-સ્પીડ iMT અને 7-સ્પીડ DCT (1.0L ટર્બો પેટ્રોલ)સામેલ છે.

5. કિઆ કાર્નિવલ (Kia Carnival)

 • કાર્નિવલ કિઆની ફ્લેગશિપ MPV છે, કેમ કે તે વર્તમાનમાં 24.95 લાખ રૂપિયા બેઝ પ્રાઈસ પર વેચવામાં આવી રહી છે, જ્યારે ટોપ-એન્ડ ટ્રિમની કિંમત 33.95 લાખ રૂપિયા (બંને કિંમતો એક્સ-શોરૂમ) સુધી છે.
 • કાર્નિવલમાં એકમાત્ર 2.2 લિટર ચાર સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન છે, જેમાં મહત્તમ 202Psનો પાવર આઉટપુટ અને 440Nmનો પીક ટોર્ક મળે છે. એન્જિનને 8-સ્પીડ ઓટોમાં રાખવામાં આવ્યું છે. કિઆ 7-સીટ, 8-સીટ અને એટલે સુધી કે 9-સીટ કોન્ફિગ્રેશનની સાથે ઉપલબ્ધ છે.

6. મહિન્દ્રા થાર (Mahindra Thar)

 • આ મહિનાની શરૂઆતમાં મહિન્દ્રાએ થારને નવા જનરેશન વર્ઝનને ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યું અને અપડેટ કરવામાં આવેલ ઓફ-રોડરને દેશમાં સારો રિસ્પોન્સ મળ્યો. તે ઓફો-રોડરની સાથે સારું ઓન-રોડ વાહન પણ છે.
 • તેમાં 2.2 લિટર ચાર સિલિન્ડર mHawk ટર્બો ડીઝલ એન્જિન મળે છે જે 130Ps મહત્તમ પાવર અને 300Nm પીક ટોર્ક જનરેટ કરે છે, તેમજ 2.0 લિટર mStallion ચાર-પોર્ટ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ ggd એન્જિન જે 150Ps પાવર અને 300Nm ટોર્ક (એટીની સાથે 320nm) જનરેટ કરે છે. થારની વર્તમાન કિંમત 9.80-13.75 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે.

7. એમજી ગ્લોસ્ટર (MG Gloster)

 • એમજીએ હાલમાં જ ફ્લેગશિપ ગ્લોસ્ટરના લોન્ચની સાથે પ્રીમિયમ 7-સીટ SUV સેગમેન્ટમાં પ્રવેશ કર્યો, જેની કિંમત 28.98-36.88 લાખ રૂપિયાની વચ્ચે છે અને ભારતમાં ફોર્ડ એન્ડેવર અને ટોયોટા ફોર્ચ્યૂનરને ટક્કર આપે છે.
 • દમદાર SUV 2.0 લિટર ટર્બો ડીઝલ એન્જિનની સાથે ઉપલબ્ધ છે, જે બે વિવિધ ટ્યુનિંગમાં રજૂ કરવામાં આવે છે, જે 163Ps/375Nm અને 218Ps/480Nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે. એક 8-સ્પીડ એટી બંને પાવરટ્રેનની સાથે સ્ટાન્ડર્ડ છે.

8. ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz)

 • ટાટા મોટર્સે આખરે આ વર્ષની શરૂઆતમાં ભારતીય માર્કેટમાં અલ્ટ્રોઝને લોન્ચ કરી, જેનાથી કાર નિર્માતાએ પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં પ્રવેશ કર્યો, જેમાં અત્યાર સુધી મારુતિ સુઝુકી બલેનો અને હ્યુન્ડાઈ i20 પર હાવી હતી.
 • અલ્ટ્રોઝ 1.2 લિટર પેટ્રોલ એન્જિન (86Ps/113Nm), સાથે જ 1.5 લિટર ડીઝલ એન્જિન (90Ps/200Nm)ની સાથે આવે છે. અલ્ટ્રોઝની કિંમત વર્તમાનમાં 5.44-8.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે.

9. ફોક્સવેગન ટી-રોક (Volkswagen T-Roc)

 • ફોક્સવેગને આ વર્ષે માર્ચમાં T-Roc મિડ-સાઈઝ SUV લોન્ચ કરી હતી, અને સપ્ટેમ્બર સુધી કારને આખા વર્ષ માટે વેચી દેવામાં આવી હતી. કારના લિમિટેડ યુનિટને CBU માર્ગના માધ્યમથી દેશમાં આયાત કરવામાં આવી હતી, અને T-Rocની કિંમત 19.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)રાખવામાં આવી હતી.
 • T-Roc એકમાત્ર 1.5 લિટર TSI એન્જિનથી સજ્જ છે જે મહત્તમ 150Ps પાવર અને 250Nm પીક ટોર્ક જનરેટ કરે છે, તેને 7-સ્પીડ DSG ટ્રાન્સમિશન મળે છે.

10. હોન્ડા સિટી (Honda City)

 • હોન્ડાએ આ વર્ષે ભારતીય માર્કેટમાં સિટી માટે એક નવું જનરેશન મોડેલ લોન્ચ કર્યું છે અને અપડેટેડ સેડાનને 1.5 લિટર પેટ્રોલ (121Ps/145Nm) અને ડીઝલ (100Ps/200Nm)એન્જિનની સાથે રજૂ કરવામાં આવી રહી છે.
 • જાપાની કાર નિર્માતા ભારતમાં 2020 સિટીને 10.89 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર રિટેલ કરે છે જે ટોપ-એન્ડ ટ્રિમ માટે 14. 64 લાખ રૂપિયા (તમામ કિંમતો,એક્સ-શોરૂમ) સુધી જાય છે.

11. સ્કોડા કારોક (Skoda Karoq)

 • સ્કોડા કારોક, ફોક્સવેગન T-Rocનું જ એક વર્ઝન છે, કારણકે આ બંને એક પર પ્લેટફોર્મ આધારિત છે અને 150Ps/250Nm રેટ પર સરખા 1.5 લીટર TSI પાવરટ્રેનનો ઉપયોગ કરે
 • છે.
 • જો કે, કારોક પોતાના સિબલિંગ સાથે વધારે ફીચર્સ ધરાવે છે અને આથી ફુલી લોડેડ વેરિઅન્ટની કિંમત 24.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

12. નિસાન મેગ્નાઈટ (Nissan Magnite)

 • નિસાને હાલમાં જ ભારતના માર્કેટમાં મેગ્નાઈટ SUV લોન્ચ કરી છે, તેની સાથે કંપનીએ સબ-4 M SUV સેગમેન્ટમાં એન્ટ્રી મારી, મેગ્નાઈટમાં લુક્સ, એક ટર્બો પેટ્રોલ પાવરટ્રેન અને અમુક બેસ્ટ-ઇન ફીચર્સ છે, જે જણાવે છે કે મેગ્નાઈટઅ એકસાથે બધું યોગ્ય મળે છે.
 • આ ઉપરાંત તેની કોમ્પિટિટર ઇન્ટ્રોડક્ટરી કિંમત 4.99 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) આ સેગમેન્ટની સૌથી સસ્તી કાર બનાવે છે.

13. 2020 હ્યુન્ડાઈ i20 (2020 Hyundai i20)

 • i20 દેશમાં સૌથી ફેમસ પ્રીમિયમ હેચબેકમાંની એક છે અને હ્યુન્ડાઈએ ભારતમાં આશરે એક મહિના પહેલાં કારનું થર્ડ જનરેશન મોડલ રજૂ કર્યું. નવી i20 કિંમતના મામલે મોંઘી પણ છે.
 • જો કે, કિંમત થોડી વધારે છે, જે 6.79-11.32 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) સુધીની છે. કિંમતને સાઈડમાં રાખીએ તો પાવરટ્રેન અને ગિયરબોક્સ ઓપ્શનના ઘણા બધા ઓપ્શન આ સેગમેન્ટને બેસ્ટ બનાવે છે.

14. ટોયોટા અર્બન ક્રૂઝર (Toyota Urban Cruiser)

 • ટોયોટાએ ભારતમાં અર્બન ક્રૂઝર લોન્ચ કરવા માટે સુઝુકી સાથે પોતાની વૈશ્વિક પ્રોડક્ટ-ભાગીદારીનો ઉપયોગ કર્યો. જે મૂળ રૂપે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાનું રિબેઝ્ડ વર્ઝન છે.
 • ટોયોટા અર્બન ક્રૂઝરની કિંમત 8.40 – 11.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે અને કારમાં ડોનર કાર સમાન 1.5 લીટર નેચરલી એસ્પીરેટેડ એન્જિન 105Ps/138Nm મળે છે.

15.હ્યુન્ડાઈ ટ્યુસોન ફેસલિસ્ટ (Hyundai Tucson facelift)

 • આ વર્ષે ઓટો એક્સ્પોમાં કંપનીએ હ્યુન્ડાઈ ટ્યુસોન ફેસલિસ્ટ રજૂ કરી અને તેના થોડા મહિના પછી દેશમાં લોન્ચ કરી હતી.
 • ટ્યુસોન, ભારતીય માર્કેટમાં કંપનીની ફ્લેગશિપ SUV છે, તેની કિંમત 22.30 રૂપિયાથી 27.03 રૂપિયા(એક્સ-શોરૂમ) છે. SUVને 2.0 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે.

16. ટાટા નેક્સન ફેસલિફ્ટ એન્ડ નેક્સન EV (Tata Nexon facelift & Nexon EV)

 • ટાટાએ આ વર્ષની શરુઆતમાં નેક્સન SUV અપડેટ કરી અને ફેસલિફ્ટેડ કારને એક ઓલ-ન્યૂ-ફ્રન્ટ લુક મળ્યું, કેટલાક નવા ફીચર્સ જેમ કે ઇલેક્ટ્રિક સનરૂફ, કનેક્ટેડ-કાર ટેક, સાથે અપડેટેડ Bs6 લીટર ટર્બો રેવોટ્રોન ટર્બો-પેટ્રોલ 120Ps/170Nm અને 1.5 લીટર રેવાટોર્ક 110Ps/260Nm ડીઝલ એન્જિન છે. નેક્સનની હાલની કિંમત 6.99 લાખ રૂપિયાથી લઈને 12.70 લાખ રૂપિયા સુધીની છે.
 • ટાટા મોટર્સે આ વર્ષની શરુઆતમાં નેક્સન ફેસલિફ્ટનું એક ફુલી ઇલેક્ટ્રિક વર્ઝન પણ લોન્ચ કર્યું. કારમાં IP67 રેટેડ 30.2 kWh લિથિયમ બેટરી મળે છે અને કંપનીએ દાવો કર્યો છે કે તેમાં 312 કિમીની રેંજ મળે છે.

17. ટાટા ટિયાગો ફેસલિફ્ટ (Tata Tiago facelift)

 • ટાટા ટિયાગો ભારતીય માર્કેટમાં સૌથી સુરક્ષિત કારમાંની એક છે, તેમાં ગ્લોબલ એનકેપ ક્રેશ ટેસ્ટમાં સેફ્ટી માટે 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ વર્ષની શરુઆતમાં કારને નવો લુક આપવામાં આવ્યો અને એક અપડેટેડ નવા ફ્રન્ટ ફેસ સાથે રજો કરો. ઘણા નવા ફીચર્સ પણ એડ કર્યા.
 • હેચને એકમાત્ર 1.2 લીટર ત્રણ સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરી છે, તે 86Ps મેક્સિમમ પાવર અને 113Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

18. ટાટા ટિગોર ફેસલિફ્ટ (Tata Tigor facelift)

 • ટિયાગોની સાથે જ તેની સેડાન સિબલિંગ ટિગોર પણ અપડેટ કરવામાં આવી હતી. બંનેમાં સરખા ફીચર્સ છે. સબ-4 મીટર સેડાનની હાલની કિંમત 5.39-7.49 લાખ રૂપિયા(એક્સ શોરૂમ)ની વચ્ચે છે અને હાલ માર્કેટમાં હાજર મારુતિ ડિઝાયર, હોન્ડા અમેઝ, હ્યુન્ડાઈ ઓરા અને ફોર્ડ એસ્પાયરને ટક્કર આપે છે.

19. ટોયોટા ઈનોવા ક્રિસ્ટા ફેસલિફ્ટ (Toyota Innova Crytsa facelift)

 • ચાર વર્ષથી વધારે સમય સુધી વેચાણ કર્યા પછી ટોયોટાએ થોડા અઠવાડિયાં પહેલાં ઈનોવા ક્રિસ્ટાને ફરીથી રજૂ કરી. અપડેટમાં એક નવી ડિઝાઈન કરેલું ફ્રન્ટ-એન્ડ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, સ્માર્ટફોન કનેક્ટિવિટી, હાઈ ટ્રીમ્સ પર નવા 17 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ સાથે તેની કિંમત થોડી વધારે છે.
 • તેમાં 2.7 લીટર પેટ્રોલ અને 2.4 લીટર ડીઝલ પાવરટ્રેન છે.

20. સ્કોડા સુપર્બ ફેસલિફ્ટ (Skoda Superb facelift)

 • આશ્ચર્યજનક જોરદાર ફેસલિફ્ટને હાલ બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે, સ્પોર્ટલાઈન અને લોરિન એન્ડ ક્લેમેન્ટ, તેની કિંમત 29.99 લાખ રૂપિયા અને 32.99 લાખ રૂપિયા(એક્સ શોરૂમ) છે.
 • ફેસલિફ્ટેડ કારમાં એકમાત્ર 2.0 લીટર TSI એન્જિન આપ્યું છે, તે 7 સ્પીડ DSG માટે 190Ps મેક્સિમમ પાવર અને 320Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here