નેહા કક્કડના લગ્ન વિશે Ex બોયફ્રેન્ડ હિમાંશ કોહલીનું નિવેદન સામે આવ્યું, કહ્યું-ખરેખર…

0
46

બોલિવૂડની પ્લેબેક સિંગર નેહા કક્કડ હાલમાં મુજસે સાદી કરોગેના સ્પર્ધક રોહનપ્રીત સિંહ સાથેના લગ્નની અફવાઓ ફેલાઈ રહી છે. હવે આ વિશે નેહાના એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીએ પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે આવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા કે નેહા અને રોહનપ્રીત જલ્દીથી લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે.

આ ખબરોને લઈ નેહા ધૂપિયા કે રોહનપ્રીતે કોઈ જ પુષ્ટિ કરી નથી. આ લગ્ન વિશે કહેવામાં આવી રહ્યું હતું કે બંને સંગીતકારો 24 ઓક્ટોબર 2020ના રોજ દિલ્હીમાં 7 ફેરા ફરવાના છે. હવે એક અખબાર સાથેની ખાસ વાતચીતમાં હિમાંશે કહ્યું કે જો નેહા ખરેખર લગ્ન કરી રહી છે તો હું ખૂબ ખુશ છે કે તે આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ જીવનમાં આગળ વધવું જોઈએ.

હિમાંશે વાત કરી કે, જો નેહા ખરેખર લગ્ન કરી રહી છે, તો હું તેના માટે ખુશ છું. તે તેના જીવનમાં આગળ વધી રહી છે. તેના જીવનમાં કોઈ છે તે જોઈને મને સારું લાગે છે”. શું હિમાંશને નેહાની લવ સ્ટોરી વિશે ખબર છે? તો આ સવાલ પર હિમાંશે કહ્યું કે, ના, બિલકુલ નહીં. નેહાની એક બેનપણીએ કહ્યું હતું કે આ લગ્નના સમાચારો માત્ર અફવાઓ છે. તેણે કહ્યું, “ના, તે લગ્ન કરી રહ્યાં નથી. રોહમનપ્રીતને લઈ જે અફવા આવી એ એટલી જ બનાવટી છે જેટલી આદિત્ય નારાયણ વખતે હતી.

ઉલ્લેખનીય છે કે નેહા કક્કડ અને હિમાંશ કોહલી ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ વર્ષ 2018માં બન્નેનું બ્રેકઅપ થયું હતું. આ વિશે નેહાએ કહ્યું હતું કે, “હાલમા હું બસ એટલું જ કહી શકું છું કે સિંગલ રહેવું એ મારા જીવનની સૌથી સુંદર લાગણી છે.”

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here