ન્યૂઝ કન્ટેન્ટ માટે પબ્લિશર્સને પૈસા આપશે ટેક જાયન્ટ Google, આ દેશમાં કરાઈ શરૂઆત

0
72

Google ન્યૂઝ પબ્લિશર્સના કન્ટેન્ટ માટે પૈસા આપતા નથી, પરંતુ હવે તેણે પબ્લિશર્સને તેની કિંમત અદા કરવાનો પ્લાન બનાવ્યો છે. આગામી ત્રણ વર્ષમાં Google દુનિયાભરમાં પબ્લિશર્સને તેમના કન્ટેન્ટ માટે 1 અબજ ડોલર આપશે. Google જે દેશમાં પબ્લિશર્સને તેમના કન્ટેન્ટ માટે કિંમત આપશે તેમાં ભારત પણ છે.

યૂરોપિય દેશના ન્યૂઝ પબ્લિશર્સે કરી હતી પહલ

ન્યૂઝ પબ્લિશર્સ ગૂગલ પાસે લાંબા સમયથી પોતાના સમચારા માટે કિંમત આપવાની માગ કરી રહ્યા છે. આ કેસમાં યૂરોપિય દેશના પબ્લિશર્સ આગળ રહ્યા છે. Google ના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ કે, જલ્દી જ Google નો નવો પ્રોજેક્ટ Google ન્યૂઝ શોકેસ જર્મનીમાં લોન્ચ કરવામાં આવશે. જર્મનીમાં Google S Der Spiegel, stern, Die Ziet અને બ્રાઝીલમાં Folha de S.Paulo,Band and Infobae સહિત ઘણા અખબારોની સાથે કરાર કર્યો છે. ગૂગલ ભારત, બેલ્જિયમ, નેધરલેન્ડ અને કેટલાક દેશમાં ન્યૂઝ પબ્લિશર્સ સાથા કરાર કરશે. અર્જેટીના, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન, કેનેડા અને જર્મનીના 200 પબ્લિશર્સને ગૂગલની સાથે કરાર કર્યો છે. પિચઈએ કહ્યુ છે કે, ગૂગલ પોતાની આ પહેલથી દુનિયાભરની હાઈ-ક્વોલિટી કન્ટેટને હાજર કરશે.

ઘણા ન્યૂઝ પબ્લિશર્સે ઉઠાવ્યો પ્રશ્ન

Der Spiegelએ ગૂગલની આ યોજનાનું સ્વાગત કર્યુ છે, પરંતુ યૂરોપિયન પબ્લિશર્સ કાઉન્સિલ એટલે કે, ગૂગલની આ યોજનાની આલોચના કરી છે. યૂરોપિયન પબ્લિશર્સ કાઉંસિલનું કહેવુ છે કે, ગૂગલ એક નવી પ્રોડક્ટ લોન્ત કરી પોતાના નિયમ અને શર્ત રાખશે. યૂરોપિયન પબ્લિશર્સ કાઉન્સિલની એગ્જીક્યૂટિ ડાયરેક્ટર એંજેલા મિલ્સે કહ્યુ છે કે, આ પ્રોડક્ટના કારણે પબ્લિશર્સ અને ગૂગલની વચ્ચે વાજબી સોદાબાજીનો અંત આવશે. News UK, The Guardian, Pearson અને The newyork Times યૂરોપિયન પબ્લિશર્સ કાઉન્સિલના સભ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here