ન્યૂ ફિલ્મ:દિવાળીના અવસરે અક્ષય કુમારે નવી ફિલ્મ ‘રામ સેતુ’ અનાઉન્સ કરી, લખ્યું- આવનારી પેઢીને રામ સાથે જોડવાનો અમારો નાનો સંકલ્પ

0
39

14 નવેમ્બરે દિવાળીના પાવન અવસરે અક્ષય કુમારે તેની નવી ફિલ્મ અનાઉન્સ કરી છે. ‘રામ સેતુ’ નામની આ ફિલ્મના પોસ્ટર્સ અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યા છે જેમાં પાછળ ભગવાન શ્રી રામ દેખાઈ રહ્યા છે. ‘સૂરજ પે મંગલ ભારી’, ‘ધ ઝોયા ફેક્ટર’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરનારા અભિષેક શર્મા આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. અક્ષયે બે પોસ્ટર શેર કર્યા છે જેમાં લખ્યું છે સત્ય કે કલ્પના?

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આ દીપાવલી, ભારત રાષ્ટ્રના આદર્શ અને મહાનાયક ભગવાન શ્રીરામની પુણ્ય સ્મૃતિઓને યુગોયુગ સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવો સેતુ બનાવીએ જે આવનારી પેઢીને રામ સાથે જોડીને રાખે. આ પ્રયાસમાં અમારો પણ એક નાનો સંકલ્પ છે- રામ સેતુ. તમને બધાને દિવાળીની શુભકામના.

આ ફિલ્મને અરુણ ભાટિયા અને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યા છે. અક્ષય કુમાર બેક ટુ બેક ફિલ્મોનું શૂટિંગ તો કરી જ રહ્યો છે પણ સાથે-સાથે નવી ફિલ્મો પણ અનાઉન્સ કરી રહ્યો છે. છેલ્લે તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘લક્ષ્મી’માં ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here