પરાળ બાળવાની ઘટનાઓ પંજાબમાં વધી રહી છે, બે સપ્તાહમાં 1200 કિસ્સા સામે આવ્યા

0
24

-પ્રદૂષણ ઘટાડવાની ચિંતા કોઇને નથી

પંજાબમાં પરાળ બાળવાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી હતી. છેલ્લા પંદર દિવસમાં આવી 1200 ઘટનાઓ સામે આવી હતી. 21 સપ્ટેંબરથી અનાજની લણણી શરૂ થવાની હતી. એ પહેલાંના બે અઠવાડિયાથી પરાળ બાળવાની શરૂઆત થઇ ગઇ હતી.

2019માં બનેલા પરાળ બાળવાના બનાવોની તુલનાએ આ વખતે પાંચ ગણી વધુ ઘટનાઓ બની રહી હતી. પંજાબમાં આવી ઘટનાઓ સૌથી વધુ અમૃતસરમાં બની હોવાના રિપોર્ટ પ્રગટ થયા હતા. 

છેલ્લા પંદર દિવસમાં જે 1200 બનાવો બન્યા એમાં પચાસ ટકા એકલા અમૃતસરમાં બન્યા હતા. બીજા ક્રમે તરનતારનમાં આવા 259 બનાવો બન્યા હતા. ગુરદાસપુરમાં 50 અને પતિયાલામાં 60 બનાવો બન્યા હતા. દેખીતી રીતેજ આમ થવાથી આસપાસના વિસ્તારો અને રાજ્યોમાં પ્રદૂષણમાં વધારો થતો હતો. 

એક તરફ ખેતરોમાં પાકની લણણી અને બીજી તરફ શિયાળો શરૂ થવાની તૈયારી એટલે કેટલેક સ્થળે ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ છવાઇ જતું હતું. ચાર પાંચ ફૂટ દૂરનું પણ દેખાય નહીં એવી પરિસ્થિતિ સર્જાતી હતી. જો કે પંજાબ પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ આ વાત સ્વીકારતું નથી. બોર્ડના એક સભ્ય ક્રુણેશ ગર્ગે મિડિયાને કહ્યુ્ં, હજુ તો સીઝનની શરૂઆત થાય છે. ઓક્ટોબરના આખરી સપ્તાહમાં પરાળ બાળવાની ઘટનાઓ વધુ બનવાની શક્યતા છે.

2018 અને 2019માં પરાળ બાળવાના પચાસ હજાર બનાવો બન્યા હતા. જો કે આ વખતે એટલા બધા બનાવો નહીં બને એવી આશા ગર્ગે વ્યક્ત કરી હતી. આવી પરાળ બાળવાની ઘટનાઓ પર નજર રાખવા રાજ્ય સરકારે 8,000 નોડલ અધિકારી નીમ્યા હતા. જો કે રાજ્યમાં 10,500 ગામો છે જ્યાં આ વરસે 66 લાખ એકર જમીનમાં અનાજ ઊગાડાયું છે. એકલા બાસમતી ચોખાનું ઉત્પાદન સાડા સત્તર લાખ એકર જમીનમાં કરાયું છે. આ સંજોગોમાં પરાળ બાળવાના બનાવો ધાર્યા કરતાં વધી જાય તો નવાઇ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here