પર્સનલ ફાઈનાન્સ:મ્યુચ્યુઅલ ફંડ પર ડિજિટસ લોન લેવાનું ફાયદાકારક રહેશે, પર્સનલ લોનની સરખામણીમાં સસ્તી લોન મળશે

0
86
  • મ્યુચ્યુઅલ ફંડ પર લેવામાં આવતી લોનને સિક્યોર્ડ લોનની શ્રેણીમાં રાખવામાં આવે છે
  • SBI ઈક્વિટી, હાયબ્રિડ અથવા ETF મ્યુચ્યુફંડની નેટ અસેટ વેલ્યૂના 50% સુધી લોન આપે છે

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાથી ન માત્ર તમે સારું રિટર્ન મેળવી શકો છો પરંતુ તમારા ખરાબ સમયમાં તમે તેના પર લોન પણ લઈ શકો છો. મ્યુચ્યુઅલ ફંડ પર લેવામાં આવતી લોનને સિક્યોર્ડ લોનની શ્રેણીમાં રાખવામાં આવે છે. શેર અથવા ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફંડ પર લેવામાં આવતી લોન ઝડપથી મળી જાય છે. જાણો મ્યુચ્યુઅલ ફંડ પર લેવામાં આવતી ડિજિટલ લોન વિશે.

પર્સનલ લોનની તુલનામાં સસ્તી લોન મળે છે
મ્યુચ્યુઅલ ફંડ પર લોનના વ્યાજ દર જુદી જુદી બેંકોમાં અલગ હોય છે. સામાન્ય રીતે તે 9થી 13% ની વચ્ચે હોય છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) શેર, મ્યુચ્યુઅલ ફંડ અને ડ્યુઅલ એડવાન્ટેજ ફંડ્સ પર 9.75% વાર્ષિક વ્યાજ દરે લોન આપી રહી છે. તે પર્સનલ લોન પર વ્યાજ દરની તુલનામાં વધુ સારા છે, જે 16% સુધી હોઇ શકે છે.​​​​​​​

કેટલી લોન મળી શકે છે?
ઇક્વિટી આધારિત ફંડ્સના કિસ્સામાં બેંકો નેટ અસેટ વેલ્યૂ (NAV)ના 50% સુધી લોન આપી શકે છે. SBI ઈક્વિટી, હાયબ્રિડ અથવા ETF મ્યુચ્યુઅલ ફંડની નેટ અસેટ વેલ્યૂના 50% સુધી લોન આપે છે. જો તમે 10 લાખ રૂપિયાની લોન લેવા માગો છો તો તમારે ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ યુનિટિને ગીરવે મૂકવા પડશે. જો કે, SBIએ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ માટે મહત્તમ 20 લાખ રૂપિયા અને ન્યૂનતમ લોનની રકમ 25,000 રૂપિયા નક્કી કરી છે.

લોનની ચૂકવણી નહીં કરો તો શું થશે?
જો તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લીધી હોય અને તમે લોન ભરપાઈ કરવામાં અસમર્થ છો, તો બેંક તમારા યુનિટ્સ વેચી દેશે અને તેના દેવાની ભરપાઈ કરશે. જો વધારાના પૈસા બચે છે તો તે તમને આપવામાં આવી શકે છે. બેંક મ્યુચ્યુઅલ ફંડ વેચવા વિશે ગ્રાહકોને તે વિશે જણાવશે. જો તમે લોનની ચૂકવણી કરો છો તો બેંક અથવા નાણાકીય કંપની ફંડ હાઉસની તરફથી લોન ચૂકવણીની સૂચના મળતા જ ફંડ હાઉસ તે યુનિટ્સને ફ્રી કરી દેશે. ત્યારબાદ તેના પર તમારો અધિકાર રહેશે.

શું તે ફાયદાકારક છે?
મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવાનો એક લાભ એ છે કે, ગ્રાહકોને ખરાબ સમયમાં તેમની સિક્યોરિટીને ખોટમાં વેચવી નથી પડતી. ડિજિટલ લોન તરત મળી શકે છે. રોકાણકારો તેમનું રોકાણ ચાલુ રાખી શકે છે. આ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ જો કોઈ ડિવિડન્ડ ચૂકવે છે તો તે લોન લેનાર ગ્રાહકને મળતું રહે છે. તમે પ્રોફિટમાં આવવા પર તમે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સને રિડીમ પણ કરી શકો છો. તમામ મ્યુચ્યુઅલ ફંડ પર લોન નથી મળતી. તેથી ગ્રાહકોએ બેંકમાંથી જાણવું જોઈએ કે, તેમના ફંડ પર તે બેંકમાંથી લોન મળી શકશે કે નહીં. ​​​​​​​

કેવી રીતે લોન લઈ શકાય છે?
HDFC અને SBI સહિત ઘણી બેંક કોઈપણ પ્રકારના પેપર વર્ક વિના આ લોન ઓફર કરી રહી છે. પ્રોસેસ શરૂ કરવા માટે ગ્રાહકોની પાસે તે બેંકમાં માત્ર પોતાનું એક અકાઉન્ટ હોવું જોઈએ. તમે બેંકની ઓફિશિયલ સાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશનથી તેના માટે અપ્લાય કરી શકો છો. તેની પ્રોસેસ દરેક બેંકમાં અલગ અલગ હોય છે. જો કે આ પ્રોસેસ ઓવરડ્રાફ્ટ સુવિધા જેવી જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here