પર્સમાં જરૂર રાખીલો આ 5 વસ્તુઓ, આર્થિક સંકટ પાસે પણ નહીં ફરકે

  0
  28

  દરેક વ્યક્તિની ઇચ્છા હોય જ કે શાંતિપૂર્વક જીવન વ્યતિત કરે. સુખ શાંતિથી જાવન નિર્વાહ કરવા માટે ભૌતિક સાધનો મેળવવા પૈસાની જરૂરિયાત રહે છે. આપણે બધાજ પૈસાને રાખવા માટે પર્સનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે ધન રાખવાનું સ્થાન એટલે પર્સ.

  પર્સનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઇએ. આવું કરશો તો ખુબજ સરળતાથી ધનનું આગમન થશે ક્યારેય નાણાભીડ નહી અનુભવો. પર્સમાં પાંચ વસ્તુઓ જરૂર રાખો પછી જુઓ તેનો કેવો પડશે પ્રભાવ.

  પર્સમાં હંમેશા ગુરૂ કે તમારા ઇષ્ટ દેવી દેવતાઓની તસવીર રાખો. પરિવારની તસવીર કે વ્હાલી વ્યક્તિની તસવીર રાખો. તમે ઇચ્છો તો પર્સમાં “ॐ” કે સ્વસ્તિષ્કનું પ્રતીક રાખી શકો છો. જે પણ તસવીરો રાખો તે સ્પષ્ટ હોવી જોઇએ.

  પર્સમાં રાખેલા પૈસા ખુબજ સંભાળીને રાખો, ડુચા વાળીને કે ઠુસી ઠુસીને ન ભરશો. સિક્કાઓને હંમેશા નોટથી અલગ રાખો. આનાથી તમારા હાથે ખોટા ખરચા થતા હશે તે અટકી જશે. પર્સમાં સોનાની કે પીતળની એક કડી રાખો. આ કડીને ગંગાજળથી ધોઇને બૃહસ્પતિવારે પર્સમાં રાખો ક્યારેય પૈસા પર્સમાંથી નહી ખુટે.

  પર્સમાં કાગળ ખુબજ ઓછા રાખો વધારે કાગળ નુકસાન કરશે. તેનાથી ધનનો વ્યય થાય છે. સાથે પર્સમાંથી અગત્યનો કાગળ ખોવાઈ જવાનો ભય રહે છે.

  તમારી જે પણ રાશિ છે તેને અનુરૂપ કોઇ વસ્તુ પર્સમાં જરૂરથી રાખો. નાનકડું પ્રતિક કે રાશિ અનુસાર રંગની કોઇ વસ્તુ પર્સમાં રાખો. આનાથી સરળતાથી ધનની પ્રાપ્તિ થશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here