પહેલાંની જેમ દિવાળીમાં રાત્રે 8થી 10 ફટાકડા ફોડવાનું જાહેરનામું

0
50

ગુજરાતમાં કોરોના દૈનિક કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે, ચેપનો ફેલાવો વધી રહ્યો છે. હવામાં ધુમાડાને કારણે જોખમ વધતા અનેક રાજ્યોએ દિવાળીના તહેવારોમાં ફટાકડા ઉપર પ્રતિબંધ મુક્યો છે. જો કે, ગુજરાતમાં રાજ્યના ગૃહ વિભાગે ૪૮ કલાક પછી સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ- NGના ચૂકાદાની રાહ જોયા વગર જ પહેલાની જેમ તહેવારોમાં રાતે આઠથી ૧૦ એમ બે કલાક ફટાકડા ફોડવા મંજૂરી આપતુ જાહેરનામું બહાર પાડવા શુક્રવારે આદેશો કર્યા છે.

પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકોને દિવાળી, નૂતન વર્ષ, ક્રિસમસ સહિતના તહેવારોમાં ફટાફડા ફોડવા સંદર્ભે CRPCની કલમ- ૧૪૪ બેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવા કહેવાયુ છે. સુપ્રિમ કોર્ટે વર્ષ ૨૦૧૫ના કેસમાં તહેવારોમાં ફટાકડા ફોડવા સંદર્ભે ગાઈડલાઈન બહાર પાડી હતી. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮થી તહેવારોમાં રાતે બે કલાક ફટાકડા ફોડવા મંજૂરી આપતા જાહેરનામાં પ્રસિધ્ધ થતા રહ્યા છે. આ વખતે કોવિડની મહામારીથી અનેક રાજ્યોએ ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. ડોક્ટરો પણ કહી ચૂક્યા છે કે ફટાકડા ફુટતા તેના કોરોનાના સાજા થયેલા દર્દીઓના ફેફસાને નુકસાન થઈ શકે છે. સોમવારે ગ્દય્ ફટકાડાં પર પ્રતિબંધ મુકવો કે કેમ ? તે ચૂકાદો આપનાર છે ત્યારે ગુજરાત સરકારે જાહેરનામા બહાર પાડવા આદેશો કર્યા છે. અગાઉ ફી- નિર્ધારણ, રથયાત્રા અને હેલમેટ જેવા મુદ્દે સ્વંય નિર્ણય લેવાને બદલે સરકાર નાટકબાજી કરી ચૂકી છે. સોમવારે દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મુકાય તો ગ્દય્એ કર્યું કહીને છટકવા ગુજરાત સરકારે શનિવારે જાહેરનામાનો આદેશ કર્યાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here