પાકિસ્તાનના કરતારપુર ગુરુદ્વારના વહીવટમાંથી શીખોને હટાવાયા, નવી વહીવટી સમિતિની રચના કરી

    0
    22

    પાકિસ્તાનમાં આવેલા શીખોના પવિત્ર યાત્રાધામ કરતારપુર ગુરુદ્વારનો વહીવટ પાકિસ્તાને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ કનેથી આંચકી લીધો હતો અને નવી સમિતિ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સોંપી દીધો હતો. પાકિસ્તાન કોઇ નવી ચાલ ચાલી રહ્યું હોવાનું લાગતું હતું.

    નવી વહીવટી સમિતિમાં એક પણ શીખ સભ્ય નથી. એના નવેનવ સભ્યો ઇવેક્યુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના સભ્યો છે. આ બોર્ડનો સંપૂર્ણ વહીવટ પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ કરતી હોવાની વાતો છે.

    પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સીઇઓ તરીકે મુહમ્મદ તારિક ખાનની નિયુક્તિ કરવામાં આવી હતી.આ ગુરુદ્વારા દ્વારા વેપાર કરવાની પોતાની ઇચ્છા હોવાનું પાકિસ્તાનની સરકારે કરતારપુર ગુરુદ્વારાને જણાવ્યું હતું. એટલે કે ઇમરાન ખાનની સરકાર આ ગુરુદ્વારા વડે પોતાની તિજોરી ભરવા માગે છે.  કરતારપુર ગુરુ નાનકદેવનું નિવાસસ્થાન હોવાનો ઇતિહાસ છે.આ સ્થળે ગુરુ નાનકદેવે દેહત્યાગ કર્યો હતો. અગાઉ શીખો દૂરબીનની મદદથી ભારતીય ધરતી પર રહીને આ પવિત્ર યાત્રાધામના દર્શન કરતા હતા. પરંતુ હવે ભારત અને પાકિસ્તાને સાથે મળીને કરતારપુર કોરિડોરની રચના કરી હતી એટલે ભારતમાં વસતા શીખો પાકિસ્તાન જઇને આ ગુરુદ્વારમાં માથું ટેકવી શકતા હતા.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here