પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાજની મુશ્કેલીમાં વધારો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં ભારે દંડ

0
55

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ (Sarfaraz Ahmed)ને કાયદે-આઝમ ટ્રોફી મેચ દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ મેચ ફીના 35 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાનની સ્થાનિક સ્પર્ધામાં સિંધની પ્રથમ ઈલેવનની કેપ્તાન કરનાર વિકેટકીપર બેટ્સમેને શનિવારે મેચ દરમિયાન અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવાનો ગુનો સ્વીકાર્યો હતો.

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે (PCB) જાહેર કરેલ એક પ્રેસ નોટમાં જણાવ્યું છે કે, સરફરાઝે દિવસની રમત દરકમિયાન એમ્પાયરના નિર્ણયની સામે વારંવાર અયોગ્ય ટિપ્પણી કરી હતી. 33 વર્ષના આ ખેલાડીની સામે મેદાનમાં એમ્પાયરોએ ફરિયાદ કરી હતી. જે બાદ પીસીબી દ્વારા સરફરાજ પર મેચ ફીના 35 ટકા દંડ ફટકારવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સરફરાજ અહેમદ ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેનું પોતાનું પ્રદર્શન અને ટીમનું પ્રદર્શન ઠીક ન હોવાને કારણે થોડા મહિનાઓ પહેલાં જ તેને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here