પાક.માં 300 હિંદુ પરિવાર પર હુમલો કરવા આવેલા ટોળાને પાડોશી મુસ્લિમોએ ભગાડયું

0
86

પાકિસ્તાનમાં વકરતો કટ્ટરવાદ, વધુ એક મંદિર પર હુમલો

– સ્થાનિકો હુમલાખોરોએ મંદિર તોડયા બાદ સોસાયટીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, મુસ્લિમોએ ગેટ બંધ કરી દીધો

300 હિંદુ અને 30 મુસ્લિમ પરિવાર સોસાયટીમાં સાથે રહે છે, શાંતિ ડહોળવાનો પ્રયાસ

પાકિસ્તાનમાં હિંદુ દેવી દેવતાઓના મંદિરો પર હુમલા વધવા લાગ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વધુ એક હિંદુ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે અને તોડફોડ કરી છે. એક ટોળાએ અહીં આવેલા આશરે 300 જેટલા હિંદુ પરિવારના મકાનો પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો.

જોકે પોલીસે લાઠીચાર્જ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા શીતલ દાસ કમ્પાઉન્ડમાં આશરે 300 હિંદુ પરિવાર અને 30 જેટલા મુસ્લિમ પરિવાર રહે છે.

અચાનક આ વિસ્તારના મુખ્ય દરવાજા પર મુસ્લિમોનું એક મોટુ ટોળુ એકઠું થયું હતું અને હિંદુ પરિવાર પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું એવામાં કમ્પાઉન્ડમાં રહેતા મુસ્લિમ પરિવાર હિંદુઓના બચાવમાં ઉતરી આવ્યા હતા અને મુખ્ય દરવાજાને બંધ કરી દીધો હતો. બાદમાં પોલીસ સૃથળ પર પહોંચી ગઇ હતી અને સિૃથતિને કાબુમાં લઇ લીધી હતી. 

એક સૃથાનિક હિંદુ વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું કે વિસ્તારમાં આવેલા હિંદુ મંદિર સુધી ટોળામાંથી લોકો પહોંચી ગયા હતા અને ભારે તોડફોડ કરી હતી. જ્યારે બાદમાં તેઓ હિંદુ પરિવાર પર હુમલા કરવા માગતા હતા, જોકે અમારી બાજુમાં રહેતા મુસ્લિમો તુરંત જ ગેટ પર પહોંચી ગયા હતા અને ટોળાને પ્રવેશતુ અટકાવ્યું હતું.

આ ઘટના બાદ અહીં રહેતા એક વૃદ્ધ હિંદુએ જણાવ્યું હતું કે મે મારી જિંદગીના આટલા વર્ષોમાં પહેલી વખત જોયું કે હિંદુઓ પર હુમલા કરવા માટે ટોળુ આવ્યું છે. પાકિસ્તાનમાં કુલ વસતીમાં માત્ર બે જ ટકા હિંદુ છે અને તેમાંથી મોટા ભાગના સિંધ પ્રાંતમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here