પાણીની ટાંકી પર ચડીને માટલા ફોડી પાણીનો પોકાર

0
27

કાલીદાસ ચાલીના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પાણી પ્રશ્ને હેરાન

વડોદરામાં  વિશ્વામિત્રી બ્રિજ નજીક કાલીદાસ ચાલીના રહીશોએ પાણીના પ્રશ્ને ત્રાસી જઇને કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ વડીવાડી પશ્ચિમ ઝોન પંપિંગ સ્ટેશને પહોંચી ટાંકી પર ચડીને માટલા ફોડીને તંત્રની નિષ્કાળજીની ઝાટકણી કાઢી હતી.

વિશ્વામિત્રી બ્રિજ નજીક કાલીદાસ ચાલીમાં આશરે ૧૫૦ પરિવાર રહે છે. અને છેલ્લા ત્રણ મહિનાથી પૂરતું પાણી મળતું નહીં હોવાથી પરેશાન છે. સવારે પાણીના સમયે લો પ્રેશરથી પાણી ખૂબજ ઓછું મળે છે અને તે પીવાપૂરતું પણ હોતું નથી. લોકોએ ત્રાસી જઇને કોર્પોેરશનમાં અને કોર્પોરેટરોને પણ રજૂઆત કરી હતી,

આમ છતાં કોઇ નિવેડો નહી આવતા છેવટે આજે લોકો  વડીવાડી ટાંકી ખાતે માટલા લઇને પહોંચ્યા હતા અને ટાંકી પર ચડી માટલા ફોડી પાણી આપવા માગ કરી હતી. જોકે કોર્પોેરેશનના ઇજનેર દ્વારા આ અંગે જણાવાયું હતું કે આ વિસ્તારને અકોટા ટાંકીથી પાણી મલે છે અને કયા કારણથી પ્રેશર મળતું નથી તે ચેકઅપ કરાવી લેવાશે અને જેમ બને તેમ જલદી પ્રશ્ન હલ કરવા ખાતરી આપી હતી. હજી ચોમાસુ પુરૃં થયાને માંડ બે દિવસ થયા છે. ત્યાં જ પાણીની સમસ્યા શરૃ થઇ ગઇ છે અને તંત્ર પ્રશ્ન હલ નહીં કરે તો આંદોલન કરાશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here