સ્વાદિષ્ટ પાણીપુરી (Panipuri)નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખબર પડે કે જે પાણી તમને ચટાકેદાર લાગી રહ્યું છે તે ટોયલેટ (Toilet)ના પાણી (Water)માંથી બન્યું છે તો સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવશે. એક આવી જ ઘટના મહારાષ્ટ્ર (Maharashtra)ના કોલ્હાપુર (Kolhapur)માં બની છે. આ ઘટનાનો વીડિયો જોતા લોકોને ઉબકા આવી જશે.
જી હા અહીં પાણીપુરીના લારીવાળાની કરતૂત સામે આવતા લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ પાણીપુરીની લારીની તોડફોડ શરૂ કરી દીધી, તેનો બધો સામાન રસ્તા પર વિખેરી નાંખ્યો.
મહારાષ્ટ્રના કોલ્હાપુરના રંકાલા તળાવ પાસે મુંબઇની સ્પેશ્યલ પાણીપુરીના નામથી લારી ઉભી રાખે છે. પોતાના ટેસ્ટી પાણીના લીધે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો પોતાના પરિવારની સાથે પાણીપુરીનું સ્વાદ લેવા પહોંચે છે. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે આ ટેસ્ટી પાણી બનાવા માટે શૌચાલયમાંથી લઇ આવે છે તો લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને પાણીપુરીની લારીમાં તોડફોડ કરી તમામ પાણીપુરી રસ્તા પર ફેંકી દીધી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેમાં દેખાય છે કે કંઇ રીતે પાણીપુરીવાળો પાણી ભરીને લાવે છે.