‘પારિજાત’ ના ઝાડમાં કંઈ છે ખાસિયાત? દુનિયાભરમાં ચમત્કારિક વૃક્ષ તરીકે છે પ્રખ્યાત

0
91

ભારતને એક ચમત્કારી દેશ કહેવામાં આવે છે. અહીંયા ઘમો ચમત્કાર જોવા મળે છે, પછી ભલે તે મંદિરના પરિપેક્ષમાં હોય અથવા ઈશ્વરીય શક્તિ વિશે હોય. આવા જ એક ચમત્કારી ઝાડ વિશે અમે તમને જણાવવામાં જઈ રહ્યા છીએ. જેને ટચ કરવા માત્રથી જ વ્યક્તિનો થાક દૂર થઈ જાય છે. જીં હાં આ ઝાડ બધા ઔષધીય ગુણથી ભરપૂર છે અને હિંદુ ધર્મમાં આ ઝાડનું વર્ણન પણ જણાવવામાં આવ્યુ છે. માન્યતાઓ પ્રમાણે આ ઝાડમાં ઈન્દ્રનો વાસ હોય છે, પરંતુ ઈન્દ્રના શ્રાપના કારણથી જ આ ઝાડ ફળ રહીત છે. જેમાં કોઈપણ ફળ લાગતુ નથી. આ વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોવા છતા પણ તેને શ્રાપ શા માટે મળ્યો તેના વિશે આવો જાણીએ એક પૌરાણિક કથા…

સત્યભામાએ ભગવાન કૃષ્ણને જિદ કરી

આપણે જે ચમત્કારી ઝાડની વાત કરી રહ્યા છીએ તે ઝાડ પારિજાતનું ઝાડ છે. પારિજાતના વૃક્ષનું ફુલ સુંદર સફેગ રંગનુ હોય છે જે સૂકાયા બાદ સોનેરી રંગનુ થઈ જાય છે. આ ફૂલમાં પાંચ પાંખડીઓ હોય છે. આ વૃક્ષ વિશે પૌરાણિક કથાઓમાં પણ જણાવવામાં આવ્યુ છે કે, પારિજાતના વૃક્ષની ઉત્પતિ સમુદ્ર મંથન દરમિયા થઈ હતી. સમુદ્ર મંથનમાં ઉત્પન્ન થયેલ આ ઝાડને ભગવાન ઈંદ્રેએ પોતાની વાટિરમાં રોપી દીધુ હતુ. હરિવંશ પુરાણ પ્રમાણે અદભૂત ફૂલોને જોઈને સત્યભામાએ ભગવાન કૃષ્ણને જિદ કરી હતી કે, પારિજાતના વૃક્ષને લાવીને તેની વાટિકમાં લગાવી દે. શ્રી કૃષ્ણે પરિજાતનું વૃક્ષ લાવવા માટે નારદ મુનિને સ્વર્ગ લોક મોકલ્યા, પરંતુ ઈંદ્રએ તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો, જેથી કૃષ્ણએ સ્વર્ગલોક પર આક્રમણ કરી દીધુ અને પારિજાત પ્રાપ્ત કરી લીધુ હતુ. પારિજાત છીનવાઈ જવાછી ક્રોધિત ઈંદ્રએ આ વૃક્ષ પર ક્યારે પણ ફળ ન આવવાનો શ્રઆપ દીધો. ત્યારબાદથી આ પારિજાતને ઝાડ પર ફળ આવતા ન હતા.

થાક ઉતરી જતો હતો

માન્યતા છે કે, આ વૃક્ષના ટચ કરવા માત્રથી જ દેવ નર્તકી ઉર્વશીનો થાક ઉતરી જતો હતો અને આજે પણ જો કોઈ આ વૃક્ષને ટચ કરી લે તો તે કેટલો પણ થાકેલ કેમ ન હોય તેને ટચ કરવા માત્રથી જ તેમનો થાક ઉતરી જતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here